આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ પરિવારે હરાજીમાં ૧.૪૫ લાખ રૂપિયામાં ગણેશજીનો લાડુ ખરીદ્યો

22 September, 2026 02:44 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ પરિવારે હરાજીમાં ૧.૪૫ લાખ રૂપિયામાં ગણેશજીનો લાડુ ખરીદ્યો અને પ્રસાદ તરીકે વહેંચી દીધો

તેમણે બાધા રાખી હતી કે જો તેમના ઘરે દીકરો જન્મ લેશે તો તેઓ હરાજીમાં ગણેશ ભગવાનનો લાડુ ખરીદશે અને એને પ્રસાદ તરીકે વહેંચશે. પુત્રના જન્મ બાદ આ દંપતીએ બાધા પૂરી કરી હતી.

આંધ્ર પ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના ધર્મવરમમાં ગણેશોત્સવ વખતે મુસ્લિમ દંપતી ચાંદની અને મસ્તાને હરાજીમાં ભગવાન ગણેશને ચડાવવામાં આવેલો લાડુ ૧.૪૫ લાખ રૂપિયામાં ખરીદી લીધો હતો અને ભાવિકોમાં પ્રસાદ તરીકે વહેંચી દીધો હતો. હરાજીમાં આ દંપતીએ સૌથી વધારે બોલી લગાવી હતી. આ દંપતી છેલ્લાં ૧૬ વર્ષથી ગણેશોત્સવમાં સામેલ થાય છે અને તેમણે બાધા રાખી હતી કે જો તેમના ઘરે દીકરો જન્મ લેશે તો તેઓ હરાજીમાં ગણેશ ભગવાનનો લાડુ ખરીદશે અને એને પ્રસાદ તરીકે વહેંચશે. પુત્રના જન્મ બાદ આ દંપતીએ બાધા પૂરી કરી હતી.

national news india andhra pradesh ganpati ganesh chaturthi