15 July, 2026 07:17 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામ મંદિર
સુપ્રીમ કોર્ટમાં એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) દાખલ કરીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) કાયદા હેઠળ લાવવાની માગણી કરવામાં આવી છે. આ અરજીમાં ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા અને એની જવાબદારી નક્કી કરવાનો આગ્રહ કરાયો છે.
વકીલ અનુપ પ્રકાશ અવસ્થી દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં માગણી કરાઈ છે કે આ ટ્રસ્ટને રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટની કલમ ૨(એચ) હેઠળ સાર્વજનિક પ્રાધિકરણ જાહેર કરવામાં આવે, જેથી એની આવક-ખર્ચની વિગતો સામાન્ય લોકો માટે ઉપલબ્ધ બને. અરજીમાં તર્ક છે કે ટ્રસ્ટ પાસે રહેલી તમામ સંપત્તિ ભગવાન શ્રી રામની છે.
ઉત્તર પ્રદેશ સરકારે રામ મંદિરમાં થયેલી દાનચોરીના કેસમાં આરોપીઓ માટે કાનૂની સહાય વકીલની નિમણૂક કરી છે. ફૈઝાબાદ બાર અસોસિએશને આરોપીઓનો બહિષ્કાર કરવાનો અને કાનૂની પ્રતિનિધિત્વનો ઇનકાર કરવાનો નિર્ણય લીધો હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. વકીલોએ સ્વેચ્છાએ હાજર રહેવાનો ઇનકાર કર્યા બાદ ભૂતપૂર્વ જૉઇન્ટ ડિરેક્ટર ઑફ પ્રોસિક્યુશન કુલશેખર સિંહ આગામી અઠવાડિયાથી કોર્ટમાં આરોપીઓનું પ્રતિનિધિત્વ કરશે.