Delhi Mayor Election: AAPએ કરી પીછેહઠ, BJPના રાજા ઇકબાલ સિંહ બનશે મેયર?

21 April, 2025 09:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીમાં મેયર ચૂંટણીમાં બીજેપીનો માર્ગ મોકળો થઈ ગયો છે કારણકે આમ આદમી પાર્ટીએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીએ બીજેપી પર પાર્ટી તોડવાનો આરોપ મૂક્યો છે.

આમ આદમી પાર્ટી (ફાઈલ તસવીર)

દિલ્હીમાં મેયર ચૂંટણીમાં બીજેપીનો માર્ગ મોકળો થઈ ગયો છે કારણકે આમ આદમી પાર્ટીએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીએ બીજેપી પર પાર્ટી તોડવાનો આરોપ મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી પાસે બહુમત હોવાને કારણે, આમ આદમી પાર્ટીના આ નિર્ણયથી બીજેપીને મેયર પદ મળવાની શક્યતા છે.

દિલ્હીમાં મુખ્યમંત્રી બાદ હવે બીજેપીના મેયરની પસંદગીનો માર્ગ મોકળો થઈ ગયો છે. પ્રમુખ વિપક્ષી દળ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મેયરની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીએ બીજેપી પર પાર્ટી તોડવાનો આરોપ મૂક્યો છે. તો, બીજેપી તરફથી રાજા ઇકબાલ સિંહને પાર્ટી તરફથી મેયર અને જયભગવાન યાદિવને ડેપ્યુટી મેયર પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીમાં આ મહિનાના અંતે મેયરની ચૂંટણી થવાની છે. તાજેતરમાં જ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ મેયર ચૂંટણીમાં ભાગ લેનારા ધારાસભ્યોના નામની જાહેરાત પણ કરી હતી.

બીજેપી પાસે બહુમત
મેયરની ચૂંટણી જીતવા માટે હાલના સમયમાં બીજેપી પાસે સંપૂર્ણ બહુમતી હતી. નિગમ પાર્ષદો, સાંસદો અને ધારાસભ્યોના મત મેળવીને જોવા જઇએ તો હાલ બીજેપીના 135 અને આમ આદમી પાર્ટીના 119 મત થઈ રહ્યા છે. એમસીડીમાં કૉંગ્રેસ પાર્ટીના પણ 8 નિગમ પાર્ષદ છે. જો કે એક્સપર્ટ્સ પહેલાથી જ કહી રહ્યા હતા કે શક્યતા છે કે કૉંગ્રેસ પાર્ટી મેયર ચૂંટણીમાંથી બહાર રહી શકે છે. જો કે, હવે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાંથી બહાર રહેવાનો નિર્ણય લઈને બીજેપીને મેયરનું પદ થાળીમાં પીરસીને આપી દીધું છે.

આ વખતે AAP MCD મેયરની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉભો નહીં રાખે. ભાજપે અગાઉ પણ MCD ચૂંટણીઓ અટકાવી દીધી હતી. સીમાંકન દરમિયાન વોર્ડને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. સીમાંકન દરમિયાન ભારે અનિયમિતતા અને ભ્રષ્ટાચાર થયો હતો. આમ છતાં, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી ગઈ અને આમ આદમી પાર્ટીએ પોતાની જીત નોંધાવી.

આતિશી, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, AAP-MCDમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કાલકાજીના ધારાસભ્ય આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી એમસીડીમાં પણ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ભાજપે MCD ચૂંટણી દરમિયાન ઘણી ગેરરીતિઓ કરી હતી પરંતુ તેમ છતાં તે ખરાબ રીતે હારી ગઈ. આ પછી પણ તે અટકી નહીં અને બધા કાઉન્સિલરોનો તોડી પાડ્યા.

તેમણે કહ્યું કે અમે તોડફોડ અને હોર્સ ટ્રેડિંગનું રાજકારણ નથી કરતા અને આ વખતે અમે MCD મેયરની ચૂંટણી નહીં લડીએ. હવે ભાજપે પોતાની ટ્રિપલ એન્જિન સરકાર બનાવવી જોઈએ અને દિલ્હીના લોકોને આપેલા વચનો કોઈપણ બહાના વગર પૂરા કરવા જોઈએ.

દિલ્હીના આગામી મેયર કોણ હશે?
ભાજપે મેયર પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. પાર્ટીએ રાજા ઇકબાલ સિંહના નામની જાહેરાત કરી છે. રાજા ઇકબાલ સિંહ ભાજપ તરફથી મેયર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે. દિલ્હીમાં મેયરની ચૂંટણી માટે નામાંકન માટેની આજે છેલ્લી તારીખ છે. પાર્ટી વતી, જય ભગવાન ડેપ્યુટી મેયર માટે ઉમેદવારી નોંધાવશે.

aam aadmi party new delhi bharatiya janata party delhi news national news