લખીમપુર બાદ ભોપાલમાં દુર્ગા વિસર્જન દરમિયાન કારે લોકોના ટોળાને મારી ટક્કર, જુઓ વીડિયો

17 October, 2021 02:15 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કાર સાથે ટક્કર થયા બાદ સાત લોકો ઘાયલ થયા હતા. બેની હાલત ગંભીર છે.

કાર સાથે ટક્કર થયા બાદ સાત લોકો ઘાયલ થયા હતા

પહેલા લમખીમપુર પછી જશપુર અને હવે ભોપાલમાં પણ કારથી કચડી નાખવાની ઘટના સામે આવી છે. બજરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રામાં એક યુવકે ઝડપી  ગતિ સાથે કારને લોકોના ટોળા સાથે ટક્કર મારી હતી. કાર સાથે ટક્કર થયા બાદ સાત લોકો ઘાયલ થયા હતા. બેની હાલત ગંભીર છે. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શોભાયાત્રામાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓએ પણ ભાગ લીધો હતો. રોષે ભરાયેલા યુવાને લોકોળા ટોળાને સીધી ટક્કર મારી કાર ઘુસાડી દીધી હતી. 

આ દરમિયાન ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કાર ઉંચી ઝડપે પલટી ખાતી જોવા મળી રહી છે, જ્યારે લોકો વાહનથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં બે અજાણ્યા લોકો હતા. તેમની કાર લોકોના ટોળામાં ઘૂસી ગઈ અને લોકો સાથે ટકરાઈ. આ પછી તેઓએ વાહનને રિવર્સમાં લઈ લીધું, જેના કારણે કાર ફરી લોકોને ટક્કર મારી અને બાદમાં ઘટનાસ્થળેથી કાર ચાલકો ભાગી ગયા હતાં. 

ઘટના બની તે દરમિયાન ત્યાં અરાજકતા ફેલાઈ હતી. લોકો કાર ચાલકને પકડવા દોડ્યા, પરંતુ તે ભાગી ગયો. રોષે ભરાયેલા લોકોએ હંગામો શરૂ કર્યો. આના પર પોલીસે લોકોને શાંતિ બનાવવા અપીલ કરી છે પરંતુ લોકોએ હંગામો મચાવવાનું ચાલુ રાખ્યું, જેના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ વાતાવરણ વધુ ગરમ બન્યું હતું.

બજરિયામાં શનિવારે રાત્રે 11:15 વાગ્યે દુર્ગા વિસર્જન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી એક કાર ઝડપી ગતિ સાથે શોભાયાત્રામાં પ્રવેશી. નાસભાગ બાદ કાર ઝડપથી પલટી મારી ભાગી ગઈ હતી. આ પછી હાજર ટોળાએ હંગામો શરૂ કર્યો. બીજી બાજુ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો, જેના કારણે ભક્તોએ પોલીસ સ્ટેશન બજરિયા સામે રોષ ઠાલવ્યો.

 

nationla news bhopal madhya pradesh