Air Indiaની ફ્લાઈટ ફરી પેશાબ કાંડ: યાત્રીએ નશામાં કૉ-પેસેન્જર પર કર્યો પેશાબ...

10 April, 2025 07:01 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Air Indiaની ફ્લાઈટ AI 2336માં તે સમયે હોબાળો મચ્યો જ્યારે એક યાત્રીએ બિઝનેસ ક્લાસમાં બેઠેલા બીજા પ્રવાસી પર પેશાબ કરી દીધો. આ ઘટના દિલ્હીથી બૅન્કૉક જતી ફ્લાઈટમાં ઘટી છે. આરોપી પ્રવાસીએ માફી માગી પણ પીડિતે હજી સુધી કોઈ ફરિયાદ કરી નથી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

Air Indiaની ફ્લાઈટ AI 2336માં તે સમયે હોબાળો મચ્યો જ્યારે એક યાત્રીએ બિઝનેસ ક્લાસમાં બેઠેલા બીજા પ્રવાસી પર પેશાબ કરી દીધો. આ ઘટના દિલ્હીથી બૅન્કૉક જતી ફ્લાઈટમાં ઘટી છે. આરોપી પ્રવાસીએ માફી માગી પણ પીડિતે હજી સુધી કોઈ ફરિયાદ કરી નથી. આ મામલો બૅંકૉક લેન્ડિંગ પહેલાનો છે.

Air Indiaની ફ્લાઈટ AI 2336માં તે સમયે હાહાકાર મચ્યો જ્યારે એક પ્રવાસીએ બિઝનેસ ક્લાસના બીજા એક પ્રવાસી પર પેશાબ કરી દીધો. આ ઘટના 9 એપ્રિલ 2025ના રોજ દિલ્હીથી બૅન્કૉક જતી ફ્લાઈટમાં ઘટી. કહેવામાં આવી રહ્યું છે કે જે શખ્સ પર પેશાબ કર્યો તે એક મોટી કંપનીના મોટા અધિકારી છે. આ ઘટના ફ્લાઈઠના બિઝનેસ ક્લાસમાં ઘટી. આરોપી બિઝનેસ ક્લાસની 2D સીટ પર બેઠો હતો.

Air India તરફથી કહેવામાં આવ્યું છે કે ક્રૂ મેમ્બર્સે ઘટનાની માહિતી મળતા જ બધા નિયમો હેઠળ કાર્યવાહી કરી છે. આરોપી યાત્રીને ચેતવણી આપવામાં આવી અને પીડિત પ્રવાસીને પણ થાઇલૅન્ડમાં ફરિયાદ કરવાની સલાહ પણ આપવામાં આવી. જોકે, પીડિત પ્રવાસીએ તે સમયે ફરિયાદ કરવાની ના પાડી દીધી.

Air Indiaની ફ્લાઈટમાં ફરી ઘટી પેશાબની ઘટના
આ સિવાય ઍર ઈન્ડિયાએ જણાવ્યું ફ્લાઇટ બૅન્કૉકમાં લૅન્ડ કરતી વખતે આ ઘટના ઘટી. આરોપી પ્રવાસીએ પોતાની ભૂલ સ્વીકારતા માફી પણ માગી. Air Indiaએ આ ઘટનાની તપાસ માટે એક ઇન્ડિપેન્ડેન્ટ કમિટી બનાવી છે. આ કમિટી નક્કી કરશે કે આરોપી પ્રવાસી પર આગળ શું કાર્યવાહી થશે. 

પીડિતાએ ફરિયાદ નોંધાવી ન હતી
ઍરલાઇને જણાવ્યું હતું કે આવી ઘટનાઓનો સામનો કરવા માટે DGCA દ્વારા નિર્ધારિત તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટમાં આવી ઘટના પહેલી વાર બની નથી, પરંતુ બિઝનેસ ક્લાસમાં બનેલી આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે, નવેમ્બર 2022 માં પણ ઍર ઈન્ડિયાની ફ્લાઇટમાં પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો.

ઍર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટમાં શંકર મિશ્રા નામના એક વ્યક્તિએ એક મહિલા મુસાફર પર પેશાબ કર્યો.  આ ઘટના પછી, 6 જાન્યુઆરી, 2023ના રોજ, આરોપી શંકર મિશ્રાની બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ પછી, કોર્ટે 31 જાન્યુઆરી 2023ના રોજ જામીન આપ્યા.

સીટ અપગ્રેડ ન થવા બદલ ગુસ્સો
બુધવારે બીજી ઘટના WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન સાથે બની. તેમણે પોતાની સીટ અપગ્રેડ કરવાનો ઇનકાર કરવા બદલ ઍરલાઇન સામે નારાજગી વ્યક્ત કરી.

ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ સૌમ્યા સ્વામીનાથને નૈરોબીથી દિલ્હીની ફ્લાઇટમાં તેમની સીટ અપગ્રેડ ન કરવા બદલ ઍર ઇન્ડિયાની `X` પર ટીકા કરી છે. ૬૫ વર્ષીય સૌમ્યાએ જણાવ્યું હતું કે એક વફાદાર મુસાફર અને ઍરલાઇનના વિશિષ્ટ ક્લબની સભ્ય હોવા છતાં, તેણીને તેની સીટ અપગ્રેડ કરવામાં "મુશ્કેલીઓ"નો સામનો કરવો પડ્યો હતો.

ઍરલાઇન દ્વારા તેમને અપગ્રેડેડ સીટ ન આપવા અંગે, સ્વામીનાથને કહ્યું કે, ઍર ઇન્ડિયા સાથે તેમનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે.

new delhi delhi news air india airlines news bangkok thailand national news offbeat news Crime News