Air India Viral: બિઝનેસ ક્લાસના પૈસા ચૂકવ્યા છતાં બેસવું પડ્યું આ જગ્યાએ, મહિલાએ એરલાઇન્સનો લીધો ઉધડો

29 March, 2024 12:11 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Air India Viral: એક મહિલાએ દિલ્હીથી વોશિંગ્ટન ડીસી સુધીની લાંબા અંતરની ફ્લાઈટમાં તેની મમ્મી માટે બિઝનેસ ક્લાસની સીટ બુક કરાવી હતી પણ પછી આ સીટ કોઈ બીજાને ફાળવવામાં આવી હતી.

એર ઈન્ડિયાની ફાઇલ તસવીર

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક મહિલાએ એર ઈન્ડિયા (Air India Viral)નો ઉઘડો લીધો લીધો. આ મહિલાએ એર ઈન્ડિયાની સર્વિસના ગોટાળાને કારણે પેસેન્જરને થયેલ મુશ્કેલી અંગે પોસ્ટ પણ વાયરલ કરી હતી. આ મહિલાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ તેની માતાની સીટ કોઈ અન્યને ફાળવી દીધી હતી.

શું કહ્યું મહિલાએ તેની એક્સ પરની પોસ્ટમાં?

આ મહિલાએ ઘટનાને `હાસ્યાસ્પદ` ગણાવી હતી અને એરલાઇન્સને આવી રીતે ભૂલ ન કરવાની સલાહ પણ અપાઈ હતી. આ મહિલાએ પોતાની એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “એર ઈન્ડિયા (Air India Viral)ની દિલ્હીથી વોશિંગ્ટન ડીસી સુધીની લાંબા અંતરની ફ્લાઈટમાં મારી મમ્મી માટે મેં બિઝનેસ ક્લાસની સીટ બુક કરાવી હતી પણ પછી આ સીટ કોઈ બીજાને ફાળવવામાં આવી હતી. આવું કરવાની એર ઈન્ડિયાની હિંમત જ કેવી રીતે થઈ એમ કહીને મહિલાએ એરલાઇન્સનો ઉધડો લીધો હતો.

મહિલાની માતાને થઈ આ મુશ્કેલી, ભડકી મહિલા ને કહી દીધું કે... 

જ્યારે મહિલાની માતા બીઝનેસ કોચમાં બુક કરાયેલ તેની સીટ પર બેસવા ગઈ ત્યારે આ સીટ તો ક્રૂ માટે હોઇ ત્યાં બેસવાની મહિલાની માતાને ના ફરમાવી દેવામાં આવી હતી. એમ કહીને આ મહિલાને ઇકોનોમી ક્લાસમાં મોકલી દેવામાં આવી હતી. સીટ પછી આ મહિલા અહીં જુએ છે તો આ સીટ પર કોઈ ક્રૂ નહીં પણ અન્ય પેસેન્જરને બેસાડવામાં આવ્યો છે. 

મહિલાએ આ રીતે થયેલા વર્તનને એકદમ હાસ્યાસ્પદ વર્તન ગણાવ્યું હતું. અને તેણે એરલાઇન્સને એવું સાંભળવી પણ દીધું હતું કે તમને તમારા ગ્રાહકો માટે કોઈ આદર નથી! અમે આ અંગે ફરિયાદ કરીશું.

અનેક લોકોએ પણ રોષ ઠાલવ્યો 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પોસ્ટ પર નેટીઝન્સે પણ વિવિધ ટિપ્પણીઓ સાથે પ્રતિક્રિયા આપી છે. એક એક્સ યુઝરે તો પૂછ્યું હતું કે, "તેણે તેના માટે બિઝનેસ ક્લાસ બુક કરાવ્યો અને ઇકોનોમી ક્લાસ મળ્યો?" ત્યારે આ મહિલાએ જવાબ આપ્યો હતો કે, "હા!”

Air India Viral: મહિલાએ જણાવ્યું હતું કે બોર્ડિંગ પહેલાં કહેવામાં આવ્યું હતું અને તેને એક ઇકોનોમી સીટ આપવામાં આવી હતી. બોર્ડિંગ કરતી વખતે તેને ધ્યાનમાં આવ્યું કે તેણીએ બુક કરેલી સીટ પર બીજા કોઈને બેસાડી દેવામાં આવ્યા છે”

એક બીજા યુઝરે પણ આવો જ અનુભવ શૅર કર્યો 

એક યુઝરે પણ પોતાનો અનુભવ શૅર કરતાં જણાવ્યું હરું કે, “ડીસીથી ભારતની ફ્લાઇટમાં મારી સાથે એવું જ થયું હતું. મને કહેવામાં આવ્યું કે મારી સીટ કાર્યરત નથી. અને મને એ સીટ આપવામાં આવી નહોતી. હું 40 કલાક સુધી ઉભો રહ્યો હતો. એર ઈન્ડિયા (Air India Viral) વોશિંગ્ટન ડીસી એરપોર્ટનો સ્ટાફ સુપર કરપ્ટ છે."

national news social media social networking site air india delhi washington