જમ્મુમાં કશ્મીર ટાઇમ્સની ઑફિસમાંથી મળી AK-47 અને પિસ્ટલની ગોળીઓ

21 November, 2025 08:27 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

‘કશ્મીર ટાઇમ્સ’ ૧૯૫૪થી પ્રકાશિત થતું જમ્મુ-કાશ્મીરનું સૌથી જૂનું અંગ્રેજી વર્તમાનપત્ર છે

ગઈ કાલે ‘કશ્મીર ટાઇમ્સ’ ઑફિસની બહાર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ.

જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ જમ્મુમાં ‘કશ્મીર ટાઇમ્સ’ની હેડ ઑફિસમાં ગઈ કાલે સવારે છ વાગ્યે છાપામારી કરી હતી. આ વર્તમાનપત્ર પર દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો અને દેશવિરોધી નફરત ફેલાવતી માહિતી છાપવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર SIAને કાશ્મીર ટાઇમ્સની ઑફિસ પરથી AK-47, પિસ્ટલની ગોળીઓ અને ગ્રેનેડનું લીવર મળ્યાં હતાં. ‘કશ્મીર ટાઇમ્સ’ ૧૯૫૪થી પ્રકાશિત થતું જમ્મુ-કાશ્મીરનું સૌથી જૂનું અંગ્રેજી વર્તમાનપત્ર છે. 

national news india jammu and kashmir Crime News