અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા પહેલા સોનિયા ગાંધીને પત્ર લખી કહી આ વાત

19 September, 2021 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમરિંદર સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને તાજેતરની ઘટનાઓ અને રાજ્યમાં અસ્થિરતા સર્જાવાની ચિંતા વ્યક્ત કરી હતી.

અમરિંદર સિંહ. ફાઇલ ફોટો

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના થોડા કલાકો પહેલા, અમરિંદર સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને તાજેતરની ઘટનાઓ અને રાજ્યમાં અસ્થિરતા સર્જાવાની ચિંતા વ્યક્ત કરી હતી.

સિંહે 18 સપ્ટેમ્બરે ગાંધીને પત્ર લખીને તેમના નિર્ણયની જાણ કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ મહિનાની રાજકીય ઘટનાઓ “સ્પષ્ટપણે પંજાબની રાષ્ટ્રીય આવશ્યકતાઓ અને તેની મુખ્ય ચિંતાઓની સંપૂર્ણ સમજ પર આધારિત નથી.”

“મારી વ્યક્તિગત વેદના હોવા છતાં, હું આશા રાખું છું કે આનાથી રાજ્યમાં મહેનતથી મેળવેલી શાંતિ અને વિકાસને કોઈ નુકસાન થશે નહીં અને છેલ્લા કેટલાક વર્ષોથી હું જે પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું તે અવિરત ચાલુ રહેશે, સૌને ન્યાય સુનિશ્ચિત કરાશે. સિંહે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, “કોંગ્રેસના રાજ્ય એકમમાં આ રાજકીય ઘટના પરિણામે પંજાબમાં અસ્થિરતાની આશંકા દર્શાવે છે.”

તે જ સમયે, તેમણે પંજાબના મુખ્યમંત્રી તરીકે લોકો અને સરહદી રાજ્ય તરીકે પોતાનું શ્રેષ્ઠ કામ કર્યા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે “ઘણી ભૌગોલિક-રાજકીય અને અન્ય આંતરિક સુરક્ષા ચિંતાઓ કરાવે છે, જેને મેં કોઈ પણ રીતે અસરકારક રીતે સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.”

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલા રાજ્યના પક્ષ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ સાથે સત્તાના સંઘર્ષ બાદ રાજીનામું આપ્યું છે.

શનિવારે રાજ્યપાલ સમક્ષ પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ સિંહે કહ્યું હતું કે પાર્ટીએ જે રીતે લાંબી કટોકટીને સંભાળી હતી તેના પર તેમને અપમાનજનક લાગ્યું હતું.

national news punjab sonia gandhi congress