✕

દિલ્હીમાં નાળામાંથી નશામાં ધુત અમેરિકન મહિલા મળી

20 October, 2026 05:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ કેસમાં પોલીસ અનેક મોરચે તપાસ કરી રહી છે. જોકે અત્યાર સુધીની તપાસમાં એવું કંઈ બહાર આવ્યું નથી જેનાથી કોઈ નિષ્કર્ષ નીકળી શકે. અમેરિકામાં રહેતા તેના ભાઈને જાણ કરવામાં આવી છે.

દિલ્હીમાં નાળામાંથી નશામાં ધુત અમેરિકન મહિલા મળી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક નાળામાંથી ૧૭ ઑક્ટોબરે એક અમેરિકન મહિલા નશામાં ધુત મળી આવી હતી. મહિલા હેડ-કૉન્સ્ટેબલ રાજબાલા અને મહિલા કૉન્સ્ટેબલ પિન્કીએ ઘટનાસ્થળે પહોંચીને મહિલાને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. મહિલાના શરીર પર કોઈ ઈજાનાં નિશાન જોવા મળ્યાં નથી.
આ કેસમાં પોલીસ અનેક મોરચે તપાસ કરી રહી છે. જોકે અત્યાર સુધીની તપાસમાં એવું કંઈ બહાર આવ્યું નથી જેનાથી કોઈ નિષ્કર્ષ નીકળી શકે. અમેરિકામાં રહેતા તેના ભાઈને જાણ કરવામાં આવી છે. દિલ્હીસ્થિત અમેરિકન એમ્બેસીને પણ મહિલાની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે. મહિલા હાલમાં અમેરિકન એમ્બેસીની દેખરેખ હેઠળ છે, જ્યાં તેની સંભાળ રાખવામાં આવી રહી છે. એક વાર તેની સ્થિતિ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય પછી તેને અમેરિકા પાછી મોકલવામાં આવશે.

new delhi delhi news united states of america national news international news world news delhi police