અમિત શાહે જમ્મુમાં IITના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

24 October, 2021 04:33 PM IST  |  Jammu | Gujarati Mid-day Online Correspondent

આઈઆઈટી-જમ્મુના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યા બાદ શાહ એક જાહેર રેલીને સંબોધવા માટે ભગવતી નગર વિસ્તારમાં પહોંચ્યા હતા.

તસવીર/પીટીઆઈ

અધિકારીઓએ જણાવ્યું હતું કે કડક સુરક્ષા વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે જમ્મુ પહોંચ્યા હતા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) જમ્મુના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.

શાહ, કેન્દ્રીય મંત્રીઓ જીતેન્દ્ર સિંહ અને ધર્મેન્દ્ર પ્રધાન અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે શ્રીનગરથી જમ્મુ એરપોર્ટ પહોંચ્યા અને આઈઆઈટી-જમ્મુના નવા કેમ્પસના ઉદ્ઘાટન સાથે તેમના સફરની શરૂઆત કરી હતી.

શાહ જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે, જે કેન્દ્ર દ્વારા 5 ઓગસ્ટ, 2019ના રોજ રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યા પછી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી તેમની પ્રથમ મુલાકાત છે.

અધિકારીઓએ જણાવ્યું કે રૂ. 210 કરોડના ખર્ચે બનેલ IIT-જમ્મુના નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની સાથે હોસ્ટેલ, જિમ્નેશિયમ, ઇન્ડોર ગેમ્સ જેવી તમામ સુવિધાઓ છે.

આઈઆઈટી-જમ્મુના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યા બાદ શાહ એક જાહેર રેલીને સંબોધવા માટે ભગવતી નગર વિસ્તારમાં પહોંચ્યા હતા.

શનિવારે જમ્મુમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાનની નિર્ધારિત જાહેર સભા પરતેણી અસર જોવા મળી હતી. જોકે, હવામાનમાં સુધારો થતાં, ભાજપના સ્થાનિક એકમ અને વહીવટીતંત્રે રેલીને સફળ બનાવવા માટે રાતોરાત કામ કર્યું હતું.

સ્થળ અને આસપાસ પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.

ગૃહ મંત્રીને સાંભળવા માટે મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચેલા સહભાગીઓ દ્વારા ભારે તાળીઓ અને સૂત્રોચ્ચાર વચ્ચે શાહ રેલીમાં પહોંચ્યા હતા.

આઇઆઇટી-જમ્મુના એક અધિકારીએ જણાવ્યું હતું કે “વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓની સેવા માટે આ એક અદ્યતન સંશોધન કેન્દ્ર છે. તે સંશોધન અને વિકાસ માટે છે.”

national news amit shah jammu and kashmir