31 March, 2026 09:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે લોકસભામાં ભારતને નક્સલવાદથી ઑલમોસ્ટ મુક્ત જાહેર કર્યું હતું. દોઢ કલાકની સ્પીચમાં તેમણે કહ્યું હતું કે ‘અમે ૩૧ માર્ચ સુધી દેશને નક્સલવાદમુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું, એ લગભગ પૂરું થયું છે. સંપૂર્ણપણે મુક્ત થયા પછી હું દેશને સૂચિત કરીશ.’
છેલ્લાં ૩ વર્ષમાં ૭૦૬ નક્સલવાદીઓ માર્યા ગયા અને છેલ્લા એક વર્ષમાં લગભગ ૨૦૦૦થી વધુ નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું. આ સફળતા મેળવ્યા પછી અમિત શાહે નક્સલવાદીઓને બઢાવો આપવા બદલ કૉન્ગ્રેસના ૬૦ વર્ષના શાસનને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ડાબેરીઓએ આદિવાસીઓને બહેકાવ્યા. ગરીબીએ નક્સલવાદ નહીં, નક્સલવાદે ગરીબી ફેલાવી હતી. જોકે હવે આ મોદીની સરકાર છે. અહીં જે હથિયાર ઉઠાવશે તેણે કિંમત ચૂકવવી પડશે.’