15 November, 2026 03:16 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતી કાલે પુણેમાં જિલ્લા પરિષદ યશવંતરાવ ચવાણ ભવન ખાતે રાજ્યના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના પૂતળાનું અનાવરણ કરશે.
જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગજાનન પાટીલે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘જિલ્લાના સર્વાંગી વિકાસમાં અજિત પવારનું મોટું યોગદાન રહેલું છે. તેમના કાર્યની કાયમી યાદગીરી રહે અને એમાંથી લોકોને પ્રેરણા મળતી રહે એ હેતુથી અજિત પવારનું પૂતળું ઊભું કરાયું છે. અજિત પવારે પ્રશાસનને લોકાભિમુખ કરવા પ્રાયોરિટી આપી. કોઈ પણ કામ કરતી વખતે સર્વસામાન્ય જનતાને કેન્દ્રસ્થાને રાખી હતી. આ દોરવણી અમને તેમની પાસેથી મળી છે. તેમની આ દોરવણી સતત અમારી સાથે રહે અને પ્રેરણા મળતી રહે એ માટે આ પૂતળું બનાવવામાં આવ્યું છે.’