કેરલામાં હાથીની હત્યાનો એક આરોપી છેક દોઢ વર્ષે પકડાયો

20 October, 2021 01:15 PM IST  |  Chennai | Agency

રિયાઝુદ્દીન બીજા નંબરનો આરોપી છે, મુખ્ય આરોપી રિયાઝુદ્દીનનો પિતા હજી ફરાર છે. વનવિભાગને આશા છે કે રિયાઝુદ્દીન પાસેથી આખી ઘટનાની સાચી માહિતી મળી રહેશે. 

પ્રતીકાત્મક તસવીર

કેરલામાં ગયા વર્ષે ફટાકડા ખાઈ જવાને કારણે સગર્ભા હાથણીની હત્યાનો આરોપી પકડાયો છે. દેશભરમાં ચકચાર ફેલાવનાર અને ચર્ચા જગાવનાર એ ઘટનાના દોઢ વર્ષ પછી આરોપીએ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં સરન્ડર કર્યું છે.
રિયાઝુદ્દીન નામના આ આરોપીના સરન્ડર પછી કેરલા વનવિભાગ દ્વારા કોર્ટમાં તેની કસ્ટડી માટે અરજી કરવામાં આવી છે. જોકે રિયાઝુદ્દીન બીજા નંબરનો આરોપી છે, મુખ્ય આરોપી રિયાઝુદ્દીનનો પિતા હજી ફરાર છે. વનવિભાગને આશા છે કે રિયાઝુદ્દીન પાસેથી આખી ઘટનાની સાચી માહિતી મળી રહેશે. 
૨૦૨૦ના મે મહિનામાં કેરલાના મલાપુરમમાં સગર્ભા હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવવામાં આવ્યું હતું. ફટાકડા મોઢાની અંદર ફૂટતા હાથણી અત્યંત પીડામાં કણસતી રહી હતી. ભારે પીડાને કારણે થોડા દિવસ સુધી તે સતત પાણીમાં જ રહી હતી. જોકે અંતે તેનું મૃત્યુ થયું હતું અને ઑટોપ્સીમાં બહાર આવ્યું હતું કે તે સગર્ભા હતી. 

national news kerala