ઍન્ટિ-સબમરીન યુદ્ધજહાજ INS ઍન્ડ્રોથ નૌકાદળમાં સામેલ

15 September, 2025 08:59 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

GRSEએ અત્યાર સુધીમાં ૧૧૪ યુદ્ધજહાજો બનાવ્યાં છે.

યુદ્ધજહાજ

દેશના અગ્રણી યુદ્ધજહાજ નિર્માતા સંરક્ષણ PSU ગાર્ડનરિચ શિપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ (GRSE) લિમિટેડે શનિવારે ઇન્ડિયન નેવલ સર્વિસ INS ઍન્ડ્રોથ ભારતીય નૌકાદળને સોંપ્યું હતું. ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલાં ૮ ઑન્ટિ-સબમરીન યુદ્ધજહાજોની શ્રેણીનું આ બીજા યુદ્ધજહાજ છે. આ શ્રેણીનું પહેલું યુદ્ધજહાજ INS અર્નાલા આ વર્ષે ૮ મેએ GRSE દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું અને ૧૮ જૂને એને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. એના ૪ મહિના પછી આ બીજું જહાજ પૂરું પાડવામાં આવ્યું છે.

GRSEએ અત્યાર સુધીમાં ૧૧૪ યુદ્ધજહાજો બનાવ્યાં છે. GRSE રેકૉર્ડ સમયમાં એક પછી એક અત્યાધુનિક સ્વદેશી યુદ્ધજહાજોનું નિર્માણ અને સપ્લાય કરીને દેશની દરિયાઈ સુરક્ષામાં ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડના હાથ સતત મજબૂત કરી રહ્યું છે.

national news india indian navy indian government