પ્રોફેસરની ક્રિએટિવિટી કે ટ્રૉલિંગ? આઈઆઈટી કાનપુરના પ્રશ્નપત્રમાં અરવિંદ કેજરીવાલ

22 February, 2025 07:20 AM IST  |  Kanpur | Gujarati Mid-day Online Correspondent

Arvind Kejriwal gets trolled: આઈઆઈટી કાનપુરની પરીક્ષા પેપરમાં પૂછાયેલ પ્રશ્નમાં દિલ્લીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર હળવી મજાક કરવામાં આવી, પ્રશ્નપત્ર થયું સોશિયલ મિડિયા પર વાયરલ.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

આઈઆઈટી કાનપુરની પરીક્ષા પેપરમાં પૂછાયેલા એક પ્રશ્નએ સોશિયલ મિડિયામાં ભારે ચકચાર મચાવી છે. આ પ્રશ્ન રાજકારણ, એન્જિનિયરિંગ અને હાસ્યનો અદભૂત સંયોજન છે. આ પ્રશ્નમાં દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થી અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન પત્રમાં સવાલ હતો કે તાજેતરમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર્યા પછી અરવિંદ કેજરીવાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની `મન કી બાત` કાર્યક્રમ સાંભળવા માટે વિવિધ ભારતી FM (105.4 MHz) પર ટ્યુન થવા માટે શું કરવું પડશે? સવાલની વિગતો વાંચો આગળ: 

આઈઆઈટી કાનપુરના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પુછાયેલા આ પ્રશ્ને સોશિયલ મિડિયામાં ભારે ચર્ચા જગાવી છે. પ્રશ્નમાં કેજરીવાલ માટે એક ખાસ પરિસ્થિતિ રજૂ કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા વાયરલ થયેલ પ્રશ્ન આ છે:

દિલ્હીની ચૂંટણીમાં હાર બાદ, આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અરવિંદ કેજરીવાલ આપણા વડા પ્રધાન દ્વારા વિવિધ ભારતી (AIR) FM પર 105.4 MHzની ફ્રિક્વન્સી  પર પ્રસારિત થતા "મન કી બાત" કાર્યક્રમમાં જોડાવા માગે છે. શ્રી કેજરીવાલ એક એવું ફિલ્ટર ડિઝાઇન કરવા માગે છે જે વિવિધ ભારતી ચેનલના કૉન્ટેન્ટને પસાર કરી શકે અને બાજુની FM રેડિયો ચેનલ `રેડિયો નશા` (107.2 MHz) અને FM રેઈનબો લખનૌ (100.7 MHz)ને ઓછામાં ઓછા -60 dB સુધી ઘટાડી શકે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ઘણા પૈસા ખર્ચ્યા હોવાથી, તેઓ આ ફિલ્ટર ડિઝાઇન કરવા માટે ફક્ત 502નો રેઝિસ્ટર, એક વેરિયેબલ ઇન્ડક્ટર અને એક વેરિયેબલ કેપેસિટર જ ખરીદી શકે છે. શું તમે કૃપા કરીને કેજરીવાલને R, L અને C ઘટકોનો ઉપયોગ કરીને આ ફિલ્ટર ડિઝાઇન કરવામાં મદદ કરી શકો છો અને આ શોધો:
(a) આ ફિલ્ટરનો ગુણવત્તા પરિબળ (Q).
(b) જરૂરી ઇન્ડક્ટન્સ અને કેપેસિટેન્સના મૂલ્યો.

આ સબ-પ્રશ્નોની કુલ કિંમત 2-2 ગુણ હતી.

ટ્વિટર પર રવિ હાંડા, જે હાંડા એજ્યુકેશન સર્વિસના સ્થાપક અને આઈઆઈટી ખડગપુરના પૂર્વ વિદ્યાર્થી છે, તેમણે આ પ્રશ્નપત્રનો ફોટો શેર કર્યો અને લખ્યું: "આઈઆઈટી કાનપુરના પ્રોફેસર પરીક્ષા પેપર દ્વારા અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવી રહ્યા છે."

આ પોસ્ટ પર સોશિયલ મિડિયામાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળે છે. કેટલક લોકોએ મજાકિયા અંદાજમાં આ પ્રશ્નને વખાણ્યો, જ્યારે કેટલાક લોકોએ આઈઆઈટી જેવી સંસ્થાઓ માટે પ્રશ્નપત્રમાં આવા રાજકીય ઉલ્લેખો માટે માર્ગદર્શિકા હોવી જોઈએ તેવી માગ કરી. ઉલ્લેખનીય છે કે, 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)ને કડક હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે નવી દિલ્હીની વિધાનસભા બેઠક પરથી પરવેષ વર્માની સામે 4,000થી વધુ મતોના અંતરથી હાર અનુભવવી પડી હતી.

આ ઘટનાએ એકવાર ફરીથી રાજકીય અને શૈક્ષણિક જગતમાં કટાક્ષ અને રમુજ ફેલાવ્યા છે. 

arvind kejriwal narendra modi kanpur indian politics national news political news mann ki baat