વક્ફને લઈને ઓવૈસીના સૂર બદલાયા પહલગામનો ઉલ્લેખ કરી પાકિસ્તાનને આપ્યો યોગ્ય જવાબ

02 May, 2025 07:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ઓવૈસીએ કહ્યું કે હું પાકિસ્તાનના લોકોને કહેવા માગુ છું કે તમારા દેશના નેતાઓએ તમને ઇસ્લામના નામે વિભાજીત કર્યા છે. તેઓ ઇસ્લામના નામે તમારી મસ્જિદ પર હુમલો કરે છે. તેઓ ઇસ્લામનું નામ લે છે, પણ અફઘાનિસ્તાન પર પણ હુમલો કરે છે.

અસદુદ્દીન ઓવૈસી (ફાઇલ તસવીર)

AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલો માનવતાની હત્યા હતી અને મોદી સરકારે આ હુમલા માટે પાકિસ્તાનને કડક જવાબ આપવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે વકફ મારા દેશની અંદરનો મામલો છે. અસદુદ્દીન ઓવૈસીએ ખાસ વાત કરતા કહ્યું કે હું આપણી નરેન્દ્ર મોદી સરકારને કહું છું કે આપણે તેમના ઘરમાં (પાકિસ્તાનમાં) ઘૂસીને ત્યાં બેસી જઈએ. 2019 માં, આપણી પાસે લૉન્ચિંગ પેડ અથવા તે જમીન કબજે કરવાની એક સારી તક હતી જ્યાંથી આતંકવાદીઓ આપણા દેશમાં પ્રવેશ કરે છે. મારું માનવું છે કે આ વખતે જો આપણે તેના ઘરમાં પ્રવેશ કરીશું, તો આપણે ત્યાં જ બેસી રહેવું જોઈએ. પીઓકે સંબંધિત એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે તે ભારતનો એક ભાગ છે અને આ સંસદનો ઠરાવ છે. તે દેશનો અભિન્ન ભાગ છે. આ વાતનો કોઈ નકાર કરી શકે નહીં. 

“વકફ મારા દેશનો આંતરિક મામલો છે”

તે જ સમયે, જ્યારે તેમને વકફ સુધારા કાયદાના વિરોધ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું, જુઓ, “વકફનો મામલો આંતરિક મામલો છે અને મારા દેશનું બંધારણ મને સંસદ ભવનમાં ઉભા રહીને તે કાયદાનો વિરોધ કરવાનો અધિકાર આપે છે. અને હું પણ આ કરી રહ્યો છું. તે કાયદાનો વિરોધ કરવાનો અર્થ દેશનો વિરોધ કરવાનો નથી. પહલગામમાં જે કંઈ થયું, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દેશની અંદર આવ્યા અને આપણા દેશના નાગરિકોની હત્યા કરી, અમે તેનો જવાબ આપીશું. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તફાવત એ છે કે ભારતમાં હજી પણ લોકશાહી છે. પાકિસ્તાનમાં સરમુખત્યારશાહી છે. તે પાંચ-છ પરિવારો સેના સાથે મળીને આખા દેશ પર નિયંત્રણ રાખે છે.

બધા પક્ષો સરકાર સાથે છે: ઓવૈસી

તેમણે વધુમાં કહ્યું કે દેશની મોદી સરકારે નાગરિકોની અપેક્ષાઓ વધારી છે. ઉરી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. પુલવામા થયું અને પછી બાલાકોટ થયું. તેથી, દેશના લોકો અપેક્ષા રાખે છે કે આ સરકાર સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ કરતા પણ વધુ મજબૂત પગલાં લેશે. સર્વપક્ષીય બેઠકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તમામ પક્ષોએ કહ્યું છે કે તેઓ તેમની સાથે છે. અમે આતંકવાદને રોકવા માંગીએ છીએ. આ વારંવાર ન થઈ શકે.

`પાકિસ્તાનના નેતાઓએ પાકિસ્તાનનું વિભાજન કર્યું છે`

ઓવૈસીએ કહ્યું કે હું પાકિસ્તાનના લોકોને કહેવા માગુ છું કે તમારા દેશના નેતાઓએ તમને ઇસ્લામના નામે વિભાજીત કર્યા છે. તેઓ ઇસ્લામના નામે તમારી મસ્જિદ પર હુમલો કરે છે. તેઓ ઇસ્લામનું નામ લે છે, પણ અફઘાનિસ્તાન પર પણ હુમલો કરે છે. તેઓ ઇસ્લામનું નામ લે છે પણ ઈરાનની સરહદ પર હુમલો કરે છે, પાકિસ્તાનના લોકોને કંઈ મળ્યું નહીં. તમારે તમારી જાતને અને ભારતને જોવું જોઈએ કે આજે ભારત ક્યાં ઊભું છે અને તમે કયા ખાડામાં ઊભું છો. પાકિસ્તાનના લોકોએ તેમના નેતાઓને પ્રશ્ન કરવો જોઈએ. પાકિસ્તાનથી આતંકવાદીઓ આવીને આપણા દેશના નાગરિકોને મારી નાખે છે, શું આ ઇસ્લામ છે? આ પહેલા ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન IS (ઇસ્લામિક સ્ટેટ) સાથે કરી હતી.

asaduddin owaisi pakistan Pahalgam Terror Attack waqf amendment bill