મુલાયમની પુત્રવધૂ કદાચ બીજેપીમાં જશે, પંજાબના સીએમનો ભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

17 January, 2022 09:11 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં નેતાઓ દ્વારા પક્ષપલટાનો સિલસિલો ચાલી રહ્યો છે

મુલાયમ સિંહ યાદવ

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં નેતાઓ દ્વારા પક્ષપલટાનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા બીજેપીમાં સામેલ થશે એવી અટકળો વહી રહી છે. આ વિશે ઉત્તર પ્રદેશ બીજેપીના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ‘હવે કોણ આવી શકે છે અને કોણ જઈ શકે છે એ હું ન કહી શકું, અત્યારે અમને જાણકારી નથી.’ 
બીજી તરફ પંજાબના મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્નીના ભાઈ મનોહર સિંહ બસ્સીને કૉન્ગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી, જેના કારણે મનોહરે ગઈ કાલે જાહેર કર્યું હતું કે તેઓ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં બસ્સી પઠાના બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. 

national news assembly elections uttar pradesh bharatiya janata party samajwadi party mulayam singh yadav