ATS અને કોસ્ટગાર્ડે ભારતીય જળસીમા પરથી 250 કરોડના ડ્રગ્સ સાથે 7 ઈરાની નાગરિકોની કરી ધરપકડ

19 September, 2021 02:22 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઈન ઝડપાયું છે. આ સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડની પક્કડમાં આવેલા તમામ નાગરિક ફિશીંગ બોટમાં હેરોઈનની હેરાફેરી કરતા હતાં. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા પાર પાડવામાં આવેલા ઓપરેશનમાં આશરે 250 કરોડનું હેરોઈન ઝડપાયું છે.
    
ગુજરાતના એટીએસ અને ભારતીય તટરક્ષક દળએ સંયુક્ત રીતે ગુજરાતના દરિયા કિનારે ભારતીય જળમાં સાત ક્રૂ સભ્યો અને હેરોઈનનો મોટો જથ્થો ધરાવતી ઈરાની બોટને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.આંતરરાષ્ટ્રીય બજારોમાં અંદાજે રૂ. 150 થી 250 કરોડની કિંમતના અંદાજે 30 થી 50 કિલો વજનના બોટને જપ્ત કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોટમાંથી ડ્રગ્સના મોટા જથ્થા સાથે ક્રૂના સાત સભ્યોની ધરપકડ કરવામાં આવી છે, એ તમામ ઇરાનના હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ પીટીઆઈને જણાવ્યું હતું કે દરિયાઈ માર્ગે હેરોઈનની દાણચોરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની માહિતીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યાર બાદ જ કોઈ ચોક્કસ રકમ સામે આવશે.   

gujarat national news anti-terrorism squad