ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર પ્રોટોકૉલ તોડીને ટ્રેનમાં દિલ્હીથી ચંડીગઢ પહોંચ્યા

10 September, 2026 03:29 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારતમાં ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને નવમી સપ્ટેમ્બરે નવી દિલ્હીથી ચંડીગઢ સુધી જવા માટે ફ્લાઇટને બદલે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી

ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન

ભારતમાં ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને નવમી સપ્ટેમ્બરે નવી દિલ્હીથી ચંડીગઢ સુધી જવા માટે ફ્લાઇટને બદલે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી. આ મુદ્દે તેમણે પોતાના અનુભવો પણ સોશ્યલ મીડિયામાં એક વિડિયો દ્વારા શૅર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘અમારા વડા પ્રધાન અૅન્થની અૅલ્બનીઝ માને છે કે ટ્રેન-મુસાફરી એ ભારતને નજીકથી સમજવાનો શ્રેષ્ઠ માર્ગ છે; લોકોને મળવાની, વાતચીત કરવાની આ એક ઉત્તમ તક છે. મેં આ મુસાફરીનો ખૂબ આનંદ માણ્યો. મને ટ્રેનમાં સહપ્રવાસીઓ સાથે ક્રિકેટથી લઈને ઘણા મુદ્દે વાતચીત કરવાનો મોકો મળ્યો. ઘણા સાથી ભારતીય પરિવારોએ મને પ્રેમથી તેમનું ભોજન પણ આપ્યું. ભારતમાં આવું જ છે. ટ્રેનમાં પણ આવું જ છે. તો, ટ્રેનમાં ચડો, ભારતનો આનંદ માણો.’
ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર પંજાબ અને હરિયાણામાં વેપાર અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તકો શોધવા ચંડીગઢ પહોંચ્યા હતા.

national news india australia delhi news chandigarh