બાબા રામદેવ પણ મૂકાવશે વૅક્સિન,કહ્યું- ડૉક્ટરો સામે નહીં પણ ડ્રગ માફિયા સામે જંગ

10 June, 2021 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એલોપેથીને લઈને ટિપ્પણી કર્યા પછી વિવાદોમાં ઘેરાયેલા યોગગુરુ બાબા રામદેવે લોકોને કોરોના વૅક્સિન મૂકાવવાની અપીલ કરી છે અને કહ્યું કે હું પણ ટૂંક સમયમાં જ વૅક્સિન મૂકાવડાવીશ.

તસવીર સૌજન્ય મિડ-ડે

એલોપેથીને લઈને ટિપ્પણી કર્યા પછી વિવાદોમાં સંપડાયેલા યોગગુરુ બાબા રામદેવ પણ હવે કોરોના વાયરસની વૅક્સિન મૂકાવશે. આની સાથે જ સ્વામી રામદેવે અન્ય લોકોને પણ કોરોના વૅક્સિન મૂકાવવાની અપીલ કરી છે. જો કે, તેમણે આ વાતની માહિતી નથી આપી કે તેમણે વૅક્સિન મૂકાવવાનો નિર્ણય કેમ લીધો છે.

પહેલા કહ્યું હતું નથી વૅક્સિનની જરૂર
જણાવવાનું કે આ પહેલા બાબા રામદેવે કહ્યું હતું કે યોગ અને આયુર્વેદનો ડડબલ ડૉઝ લઈ રહ્યા છે અને તેમને કોરોના વૅક્સિન મૂકાવવાની કોઈ જરૂર નથી. બાબા રામદેવે દાવો કર્યો હતો કે વાયરસના કેટલાય પણ વેરિએન્ટ આવી જાય, તેમને સંક્રમણથી કોઇ જોખમ નહીં થાય, કારણકે તેમને યોગ સાચવી લેશે. તેમણે કહ્યું હતું કે કોરોનાને માત આપવા માટે લોકોએ પોત-પોતાની ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવાની રહેશે જેથી સંક્રમણથી બચી શકાય.

યોગ કરે છે બીમારી વિરુદ્ધ કરે ઢાલનું કામ: રામદેવ
લાઇવ મિંટના રિપૉર્ટ પ્રમાણે, બાબા રામદેવે લોકોને કહ્યું કે તે યોગ અને આયુર્વેદનો અભ્યાસ કરે. તેમણે કહ્યું કે યોગ બીમારીઓ વિરુદ્ધ એક ઢાલ તરીકે કામ કરે છે અને કોરોનાથી થનારી જટિલતાથી બચાવે છે.

બાબા રામદેવે એલોપેથી ડૉક્ટરોને કહ્યા દેવદૂત
સ્વામી રામદેવે ડ્રગ માફિયાઓ પર ટિપ્પણીઓ કરતા કહ્યું, "અમારી કોઇપણ સંગઠન સાથે દુશ્મની નથી અને બધા સારા ડૉક્ટર આ ધરતી પર ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દૂત છે. લડાઇ દેશના ડૉક્ટરોથી નથી, જે ડૉક્ટર અમારો વિરોધ કરી રહ્યા છે, તે કોઇક સંસ્થા દ્વારા નથી કરતા."

ઇમરજેન્સીમાં એલોપેથી અને સર્જરી બહેતર: બાબા રામદેવ
બાબા રામદેવે એકવાર ફરી એલોપેથીને લઈને નિવેદન આપ્યો છે અને કહ્યું, "આમાં કોઇ શંકા નથી કે એલોપેથી અને સર્જરી ઇમરજન્સી કેસ માટે બહેતર છે. ઇચ્છે છે કે દવાઓના નામે કોઇને હેરાન ન કરવામાં આવે અને લોકોને ડ્રગ માફિયાઓથી છૂટકારો મળે."

national news baba ramdev ramdev