દેશના સૌથી ગરમ શહેર બાંદામાં સવારે ૧૦ વાગ્યે રોડ પર સ્વયંભૂ લૉકડાઉન લાગી જાય છે

21 May, 2026 07:21 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

જોકે છેલ્લા ત્રણ દિવસમાં આ રેકૉર્ડ તૂટી ગયો છે અને તાપમાન લગભગ ૪૮.૨ ડિગ્રીને આંબી રહ્યું છે. 

બાંદામાં સવારના સમયે સૂમસામ રસ્તો.

ભારતના સૌથી ગરમ શહેર બાંદામાં લગાતાર ત્રીજા દિવસે પણ ૪૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. એને કારણે બાંદા ભારતના અત્યાર સુધીના સૌથી ગરમ શહેરની યાદીમાં આવી ગયું છે. પહેલાં આ ઓળખ રાજસ્થાનના ચુરુ અને જેસલમેરની હતી, પરંતુ હવે ઉત્તર પ્રદેશના બાંદામાં ગરમીનો પારો સવારે દસ વાગ્યામાં જ ૪૮ ડિગ્રીને ટચ થઈ જાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે સૂરજનું થર્ડ ડિગ્રી ટૉર્ચર.

અહીંના લોકો સવારે ૬ વાગ્યે ઘરેથી નીકળી જાય છે અને ૧૦ વાગ્યા સુધીમાં કામ પતાવીને ઘરે પાછા આવી જાય છે. ૧૦ વાગ્યે રોડ ખાલીખમ થઈ જાય છે. બહુ જૂજ લોકો દુકાનો 
ખોલીને બેસે છે પણ ભાગ્યે જ કોઈ ગ્રાહક આવે છે. સાંજે સૂરજ ઢળ્યા પછી ફરીથી શહેરમાં ચહેલપહેલ શરૂ થાય છે. બાંદામાં ૨૭ એપ્રિલે ૪૭.૬ ડિગ્રી નોંધાયું હતું જે ૧૯૫૧ પછીનું સૌથી વધુ તાપમાન હતું. જોકે છેલ્લા ત્રણ દિવસમાં આ રેકૉર્ડ તૂટી ગયો છે અને તાપમાન લગભગ ૪૮.૨ ડિગ્રીને આંબી રહ્યું છે. 

national news india uttar pradesh rajasthan indian meteorological department Weather Update