30 December, 2025 09:47 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
બૅન્ગલોરના નેક્સસ શૉપિંગ મૉલે ગર્ભવતી મહિલાઓ માટે બેઝમેન્ટ પાર્કિંગમાં ખાસ જગ્યા ફાળવી છે અને એને પિન્ક રંગથી રંગી છે જેને સોશ્યલ મીડિયા પર વ્યાપક પ્રશંસા મળી છે. ફક્ત મમ્મી બનવાની છે એવી મહિલાઓ માટે અનામત રાખેલા પાર્કિંગ-સ્લૉટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, ઘણા લોકોએ વ્યવહારુ અને ખાસ જરૂરિયાતનો ઉકેલ લાવવા માટે મૉલની પ્રશંસા કરી છે. એક રહેવાસીએ મૉલના પાર્કિંગ-વિસ્તારમાંથી એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા પછી લોકોએ આ પહેલને આવકારી હતી.
વિડિયોમાં દેખાય છે કે ફક્ત ‘ગર્ભવતી મહિલાઓ માટે અનામત’ સાઇનબોર્ડ સાથે સ્વચ્છ અને સ્પષ્ટ રીતે ચિહ્નિત પાર્કિંગ-સ્થળ દર્શાવવામાં આવ્યું છે. આ વિસ્તારને હળવા પિન્ક થીમમાં હાઇલાઇટ કરવામાં આવ્યો છે જે મોટા શૉપિંગ કૉમ્પ્લેક્સના ભીડભાડવાળા અને ઘણી વાર મૂંઝવણભર્યા બેઝમેન્ટ પાર્કિંગ-વિસ્તારો વચ્ચે એને સરળતાથી ઓળખી શકાય છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ભારતના અન્ય તમામ મૉલ્સે પણ આ વાતને અમલમાં મૂકવી જોઈએ.