Bengaluru Airport: 10 એનાકોન્ડાને બેગમાં ભરી દાણચોરી કરવા જઈ રહ્યો હતો શખ્સ, કસ્ટમવિભાગે પકડી પાડ્યો

23 April, 2024 12:54 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Bengaluru Airport: એક વ્યક્તિએ પોતાના બેગમાં લગભગ 10 એનાકોન્ડા સાપ પકડીને પૂરી રાખ્યા હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ પેસેન્જરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

દાણચોરી થતાં અટકાવાયેલા યલો એનાકોન્ડા (તસવીર: બેંગલુરુ કસ્ટમ્સ એક્સ એકાઉન્ટ)

બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (Bengaluru Airport) પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અહીં કસ્ટમ વિભાગનાં અધિકારીઓએ એક દાણચોરની ધરપકડ કરી હતી. એ પણ એટલા માટે કે તેણે એનાકોન્ડા પ્રજાતિનાં સાપ પોતાની બેગમાં પૂરીને દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. 

જ્યારે અધિકારીઓએ બેગ ખોલીને જોયું તો નીકળ્યા અધધ એનાકોન્ડા!

તમને જણાવી દઈએ કે જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિએ પોતાના બેગમાં લગભગ 10 એનાકોન્ડા સાપ પકડીને પૂરી રાખ્યા હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ પેસેન્જરને કસ્ટડી (Bengaluru Airport)માં લેવામાં આવ્યો છે. આ સાથે જ બેંગલુરુ કસ્ટમ્સે એક્સ મીડિયા પર આ બાબતે પોસ્ટ કરીને વિગતવાર માહિતી શેર કરી હતી.

જે યલો એનાકોન્ડા પકડાયા હતા તે કઈ પ્રજાતિનાં હતા?

તમને જણાવી દઈએ કે વ્યક્તિ દ્વારા જે યલો એનાકોન્ડાની દાણચોરીણો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તે મૂળ તો નદીમાં રહેતા સાપની જ પ્રજાતિ છે. તમને જણાવી દઈએ કે તે મોટેભાગે જળાશયોની આસપાસનાં વિસ્તારમાં જોવા મળે છે. તેટલું જ નહીં યલો એનાકોન્ડા સામાન્ય રીતે પેરાગ્વે, બોલિવિયા, બ્રાઝિલ, ઉત્તરપૂર્વીય આર્જેન્ટિના અને ઉત્તર ઉરુગ્વેમાં જોવા મળતી સાપની પ્રજાતિ છે. આ રીતે તેની દાણચોરી કરવી એ અપરાધ છે.

શું કહી રહ્યું છે બેંગલુરુ કસ્ટમ્સ વિભાગ?

બેંગલુરુ કસ્ટમ્સે પોસ્ટ કરીને લખ્યું હતું કે આ વ્યક્તિની એરપોર્ટ (Bengaluru Airport) પર ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ જ છે. આ રીતે વન્યપ્રાણી તસ્કરી સહન કરવામાં આવશે નહીં.

અમે તમને જણાવી દઈએ કે CITES (કન્વેન્શન ઑન ઈન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઈલ્ડ ફૌના એન્ડ ફ્લોરા) હેઠળ સૂચિબદ્ધ પ્રજાતિઓ સંમેલનની જોગવાઈઓને આધીન છે. જોકે આ પ્રથમ ઘટના નથી કે જેમાં આ રીતે અધિકારીઓએ બેંગકોકમાંથી વન્યજીવની દાણચોરીનો પ્રયાસ રોક્યો હોય. 

પહેલા પણ આ રીતે પકડાઈ ચૂક્યા છે પ્રાણીઓ, જાણો આંકડો!

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ બેંગલુરુ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બેંગકોકના એક મુસાફર (Bengaluru Airport) દ્વારા કથિત રીતે દાણચોરી કરાયેલા એક બાળ કાંગારુ સહિત 234 જંગલી પ્રાણીઓને બચાવ્યા હતા. જોકે, પ્લાસ્ટીકના બોક્સમાં પૂરી રાખવામાં આવેલ કાંગારૂનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.

આ સમયે તો કસ્ટમ વિભાગને આ પ્રમાણે દાણચોરીની સૂચના મળી હતી. માણસના સામાનની તલાશી લેવા પર તો બેગમાંથી અજગર, કાચંડો, ઇગુઆના, કાચબા અને મગર છુપાવેલા મળી આવ્યા હતા.

માણસ દ્વારા લઈ જવામાં આવતા સામાનમાં આ રીતે મળી આવેલા કેટલાક પ્રાણીઓની યાદી વન્ય પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિની લુપ્તપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપારના સંમેલનના પરિશિષ્ટમાં આપવામાં આવી હતી.

national news bengaluru bangkok Crime News