05 November, 2025 12:45 PM IST | Bangalore | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગ્રેટર બૅન્ગલોર ઑથોરિટીએ શહેરને સ્વચ્છ કરવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. રોડ કે પબ્લિક પ્લેસ પર કચરો ફેંકનાર વ્યક્તિના ઘરે જઈને કચરો ફેંકવાનું અને ૨૦૦૦ રૂપિયાનો દંડ લેવાનું અભિયાન શરૂ કરવા ઉપરાંત હવે તેમણે લોકોને સ્વચ્છતાના સિપાઈ બનાવવાનું શરૂ કર્યું છે. બૅન્ગલોર મ્યુનિસિપાલિટીએ જાહેરાત કરી છે કે તમે કોઈને પણ રસ્તા પર કચરો ફેંકતા જુઓ તો એનો વિડિયો ઉતારી લો, દરેક વિડિયોના ૨૫૦ રૂપિયા ઇનામ મળશે.