Bharat Bandh: ૨૫ કરોડ કર્મચારીઓની આવતીકાલે હડતાળ! બેન્ક, શેરમાર્કેટ, વીમા કંપની.. શું બંધ રહેશે ને શું ખુલ્લું

08 July, 2025 12:27 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Bharat Bandh: શાળાઓ, કોલેજો અને ખાનગી કચેરીઓ તો ખુલ્લી જ રહેવાની છે. પરંતુ ટ્રાફિકના વિક્ષેપને કારણે કેટલાક સ્થળોએ સમસ્યાઓ થઈ શકે એમ છે.

પ્રતીકાત્મક તસવીર

આવતીકાલે એટલે કે ૯મી જુલાઇએ ભારત બંધ (Bharat Bandh) રહેવાની માહિતી મળી રહી છે. બેન્ક, પોસ્ટ કે પછી ઈન્શ્યોરન્સને લગતી કોઈપણ કામગીરી કરવાનું વિચારી રહ્યા હોવ તો થોભી જજો. કારણકે આવતીકાલે દેશભરમાં હડતાળ પાડવામાં આવનાર છે. આવતીકાલે ૩૦ કરોડથી પણ વધારે કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર ઉતરવાના હોવાની માહિતી મળી છે.

Bharat Bandh: રિપોર્ટ પ્રમાણે યુનિયનોએ આક્ષેપ કર્યો હતો કે સરકારની "કોર્પોરેટ વિરોધી, કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી" નીતિઓ વિરુદ્ધ હડતાળ કરવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે શાળાઓ, કોલેજો અને ખાનગી કચેરીઓ તો ખુલ્લી જ રહેવાની છે. પરંતુ ટ્રાફિકના વિક્ષેપને કારણે કેટલાક સ્થળોએ સમસ્યાઓ થઈ શકે એમ છે.

ભારત બંધમાં કયા કયા ક્ષેત્રને અસર થવાની છે?

બેન્ક અને વીમા કંપનઓઃ જાહેર ક્ષેત્રની બેન્ક અને વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાળ (Bharat Bandh) પર ઊતરવાના છે. જેને કારણે વ્યવહારો અને ચેક ક્લિયરન્સ જેવાં કામકાજને વ્યાપક અસર થઈ શકે છે. જોકે, યુનિયનોએ સેવાઓમાં વિક્ષેપ બાબતે કોઈ માહિતી આપી નથી. પરંતુ હડતાળ આયોજકોએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્ર અને સહકારી બેન્કોના લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. બંને સ્ટોક અને બુલિયન માર્કેટ આવતીકાલે રાબેતા મુજબ જ શરૂ રહેવાના છે. આ સાથે જ પોસ્ટ ઓફિસ અને કુરિયર સેવાઓમાં આંશિક રીતે અડચણ આવે એવું જણાઈ રહ્યું છે. કોલ ઇન્ડિયા અને અન્ય જાહેર ક્ષેત્રના કામકાજ બંધ રહેવાના છે. ઘણા રાજ્યોમાં બસ અને ટેક્સી સેવાઓમાં વિક્ષેપ થઈ શકે છે. જોકે, ખાનગી વાહનો તો છળવન જ છે. રેલવે યુનિયનોએ ઔપચારિક હડતાળનું આહ્વાન કર્યું નથી, તેમ છતાં કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન સ્થાનિક ટ્રેનોને અસર કરી શકે એમ છે.

આ યુનિયનોએ ગયા વર્ષે મનસુખ માંડવિયા આગળ વિવિધ મુદ્દાઓ સાથે માંગણીઓ રજૂ કરી હતી. યુનિયનો કહે છે કે સરકાર છેલ્લાં ૧૦ વર્ષથી વાર્ષિક શ્રમ સંમેલનનું આયોજન નથી કરી રહી. વળી સરકારે કામદારો અને કર્મચારીઓના હિતો વિરુદ્ધ નિર્ણયો લઈ રહી છે. ટ્રેડ યુનિયનોના મંચ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આર્થિક નીતિઓ આખરે બેરોજગારીમાં વધારો, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, વેતનમાં ઘટાડો અને શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત નાગરિક સુવિધાઓમાં સામાજિક ક્ષેત્રના ખર્ચમાં ઘટાડા તરફ દોરી જાય છે. આ તમામ બાબતો ગરીબ તેમ જ ઓછી આવક ધરાવતા લોકો અને મધ્યમ વર્ગ માટે વધુ અસમાનતાનું વાતાવરણ ઊભું કરે છે.

રિપોર્ટ અનુસાર યુનિયન ફોરમની આ હડતાળમાં 25થી 30 કરોડ કર્મચારીઓ ભાગ (Bharat Bandh) લેવાના છે. તે સાથે જ ખેડૂતો અને મજૂરો પણ આ દેશવ્યાપી હડતાળનો હિસ્સો થવાના છે. યુનિયન ફોરમ તેમની ૧૭ મુદ્દાઓવાળી જે માંગણીઓ છે તે સ્વીકારવાના સરકારના ઇનકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે.

national news india state bank of india indian government bharat bandh