નીતીશ કુમારને તેજસ્વી યાદવનો ડિરેક્ટ મેસેજ, સમર્થન માટે આ શરતો...

06 June, 2024 12:45 PM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

તેજસ્વી યાદવે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં બિહાર કિંગ મેકરની ભૂમિકામાં છે. એવામાં 3 શરતો પર સમર્થન હોવું જોઈએ. બિહારને સ્પેશિયલ સ્ટેટર દેશમાં જાતિગત જનગણના અને 75 ટકા અનામતને 9મી અનુસૂચિમાં નાખવું જોઈએ.

તેજસ્વી યાદવ (ફાઈલ તસવીર)

તેજસ્વી યાદવે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં બિહાર કિંગ મેકરની ભૂમિકામાં છે. એવામાં 3 શરતો પર સમર્થન હોવું જોઈએ. બિહારને સ્પેશિયલ સ્ટેટર દેશમાં જાતિગત જનગણના અને 75 ટકા અનામતને 9મી અનુસૂચિમાં નાખવું જોઈએ.

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જીત્યા બાદ હવે એનડીએની નવી સરકારની તૈયારી શરૂ થઈ ગઈ છે. જેમાં જેડીયૂ અધ્યક્ષ અને બિહારના સીએમ નીતીશ કુમાર કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. જેની તરફ નેતા પ્રતિપક્ષ અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ ઈશારો કર્યો છે. અને આ ડિરેક્ટ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ત્રણ શરતો પર જ સમર્થન હોવું જોઈએ.

તેજસ્વીએ પોતાના એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે બિહાર કિંગ મેકર બન્યું છે આથી બિહારમાં બેરોજગારી ખસેડવા અને પલાયન અટકાવવા માટે તેમજ ઉદ્યોગ-ધંધા લાવવા માટે ઓછામાં ઓછી શરતો પર સમર્થન હોવું જોઈએ. 
પહેલી શરત- બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ
બીજી શરત- દેશમાં જાતિગત જનગણના કરાવવી,
ત્રીજી શરત- મહાગઠબંધન સરકાર દ્વારા વધારવામાં આવેલા 75 ટકા અનામતને સંવિધાનની 9મી અનુસૂચીમાં નાખવું

નેતા પ્રતિપક્ષ તેજસ્વી પ્રસાદ યાદવે કહ્યું કે બિહાર હવે કિંગ મેકર બનીને ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં રાજદને સૌથી વધારે મત મળ્યા છે. મતદાન ટકાવારી પણ સૌથી વધારે અમારું છે. અમારી સીટમાં પણ વધારો થયો છે. દિલ્હી જવા રવાના થતા પહેલા પટના એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું, "ગયા વખતથી સાવ જૂદું, આ વખતે અમે બિહાર અને દેશની જનતાને આ મુદ્દા પર વાત કરી. તે નોકરી વિશે હતું. લોકોએ ભાજપની વિભાજનકારી નીતિઓ, નફરતના રાજકારણ, તેની સરમુખત્યારશાહી સામે મતદાન કર્યું છે અને તેમને રોક્યા છે. દેશની જનતાએ બંધારણને બચાવવા માટે, લોકશાહીને બચાવવા માટે મતદાન કર્યું હતું. 

તેજસ્વીએ કહ્યું કે મતદાનની અસર એ છે કે ભાજપ બહુમતીથી ઘણી દૂર છે. ભાજપ પાસે પોતાના દમ પર બહુમતી નથી અને ભાજપના લોકો બીજાઓ પર નિર્ભર બની ગયા છે. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે જે પણ સત્તામાં આવે તે બિહારને વિશેષ દરજ્જો આપે અને અમે જે 75 ટકા અનામત વધારી છે તેને અનુસૂચિ 9માં સામેલ કરવામાં આવે. સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. 

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એટલે કે 6 જૂન 2024ના રોજ દિલ્હીમાં એનડીએ બ્લૉક અને ઇન્ડિયા બ્લૉકની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દિલ્હી જવા માટે નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યા હતા. પહેલા તેજસ્વી યાદવ નીતીશ કુમારની પાછળ જોવા મળ્યા ત્યાર બાદ તેઓ નીતીશ કુમારની નજીક જઈને બેઠા. એકબીજાના હાલચાલ જાણી ફરી તેજસ્વી યાદવ પોતાની જગ્યાએ જઈને બેઠા હતા.

Tejashwi Yadav nitish kumar janata dal united bharatiya janata party Lok Sabha Election 2024 political news national news