02 January, 2026 09:56 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આસામમાં BJPએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બિહારમાં સફળ દાવ ખેલાયા પછી એ જ ફૉર્મ્યુલા આસામમાં પણ રાખવામાં આવશે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું હતું કે આસામની ૩૭ લાખ મહિલાઓને ૮૦૦૦ રૂપિયા આપવામાં આવશે. ઓરુનોદોઈ (અરુણોદય) યોજના અંત રાજ્યમાં ૩૭ લાખ મહિલાઓને બોહાગ બિહુ પહેલાં ૮૦૦૦ રૂપિયાની રોકડ સહાયતા રકમ આપવામાં આવશે. આ રકમ ૨૦ ફેબ્રુઆરીએ સીધી લાભાર્થીઓના ખાતામાં જશે.’
સરકારના કહેવા મુજબ આ ૮૦૦૦ રૂપિયાની રકમમાં જાન્યુઆરીથી એપ્રિલ દરમ્યાન ઓરુનોદોઈ યોજનાના ૫૦૦૦ રૂપિયા પણ સામેલ છે. બોહાગ બિહુના ઉપહાર તરીકે વધારાના ૩૦૦૦ રૂપિયા આપવામાં આવશે.