ગરબામાં મુસ્લિમો બહેન-દીકરીઓને સાથે લાવે, અમારા છોકરાઓ તૈયાર છે

23 September, 2026 02:29 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશમાં BJP વિધાનસભ્યના આ નિવેદનથી વિવાદ

રામેશ્વર શર્મા

મધ્ય પ્રદેશમાં નવરાત્રિ પહેલાં રાજધાની ભોપાલમાં ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમ યુવાનોની ભાગીદારી વિશે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. હુઝૂર વિધાનસભા મતદારસંઘના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય રામેશ્વર શર્માએ મુસ્લિમ યુવાનોને ગરબામાં એકલા આવવાને બદલે તેમની બહેનો અને દીકરીઓને પણ સાથે લાવવા વિનંતી કરી છે.

આ મુદ્દે તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘ગરબા ફક્ત ઉજવણી કે મનોરંજનનો કાર્યક્રમ નથી, દેવી ભગવતીની પૂજાનો તહેવાર છે. સહભાગીઓએ દેવીની પૂજા અને પ્રાર્થનાની ભાવના સાથે આવવું જોઈએ. મુસ્લિમ છોકરાઓ ગરબામાં એકલા કેમ આવવા માગે છે? તેમણે એકલા ન આવવું જોઈએ, પરંતુ તેમની બહેનો અને દીકરીઓને પણ સાથે લાવવી જોઈએ. અમારા છોકરાઓ પણ તૈયાર છે. જો મુસ્લિમ સમુદાયના સભ્યો કાયમી ધોરણે ગરબામાં ભાગ લેવા માગતા હોય તો અમને કોઈ વાંધો નથી. આવો, ‘જય શ્રી રામ’ બોલો, કપાળ પર તિલક લગાવો, ગાયનું રક્ષણ કરો, જો કોઈને કોઈ સમસ્યા હોય તો અમને જણાવો, જો તમે સનાતન ધર્મને પ્રેમ કરો છો તો રામ અને કૃષ્ણને તમારા હૃદયમાં રહેવા દો.’

national news india madhya pradesh political news bhartiya janta party bjp bharatiya janata party