સંસદમાં ઈ-સિગારેટ પીવાવાળા TMCના સંસદસભ્ય કીર્તિ આઝાદ હતા

18 December, 2025 12:38 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

BJPના અમિત માઅમિત માલવીયએ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને તેમના સંસદસભ્યના આ કૃત્ય પર ખુલાસો કરવા કહ્યું છે.લવીયએ વિડિયો જાહેર કર્યો

કીર્તિ આઝાદ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય અનુરાગ ઠાકુરે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે સંસદમાં તૃણમૂલ કૉન્ગ્રેસના એક નેતા ઈ-સિગારેટ પી રહ્યા હતા. ત્યાર બાદ હવે BJPના નેતા અમિત માલવીયએ એક વિડિયો જાહેર કર્યો છે જેમાં તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય કીર્તિ આઝાદ સંસદની કાર્યવાહી દરમ્યાન સંસદની અંદર ઈ-સિગારેટ પીતા જોવા મળે છે. અમિત માલવીયએ લખ્યું હતું કે ‘જરા કલ્પના કરો કે તેમની હથેળીમાં ઈ-સિગારેટ છુપાવવાની હિંમત કેવી છે. આવા લોકો માટે નિયમો અને કાયદાનો કોઈ અર્થ નથી.’
વિડિયોમાં કીર્તિ આઝાદ હેડફોન લગાવીને બેઠા છે અને વારંવાર પોતાની હથેળીમાં છુપાવેલી કંઈક ચીજ મોં પર લાવે છે, જે ઈ-સિગારેટ પીતા હોય એવું દેખાય છે. અમિત માલવીયએ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને તેમના સંસદસભ્યના આ કૃત્ય પર ખુલાસો કરવા કહ્યું છે.

national news india bharatiya janata party trinamool congress parliament