પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે આખા મંત્રીમંડળ સાથે આપ્યું રાજીનામું

18 September, 2021 08:49 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

અમરિંદર સિંહ

પંજાબ કોંગ્રેસમાં ધમાસાણ ચાલી રહી છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા સાથે સમગ્ર મંત્રીમંડળનું પણ રાજીનામું રાજ્યપાલને સોંપી દીધા છે. અમરિંદર સિંહ સહિત આખા મંત્રીમંડળે રાજીનામું આપી દીધુ છે. રાજ્યના ગવર્નરે એ તમામના રાજીનામાં સ્વીકારી લીધાં છે.

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે પંજાબમાં પણ સીએમ બદલાશે. આજે અમરિન્દરસિંહે રાજયપાલને રાજીનામું આપી દીધું છે. પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુ અને સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચે તકરાર ચાલી રહી છે.  જેમાં ફરી એક વખત 40 ધારાસભ્યોએ કેપ્ટન સામે પત્ર લખતાં સમગ્ર મામલો સોનિયા દરબારમાં પહોંચ્યો હતો. સોનિયા ગાંધીએ સંકેતો આપ્યા હતા કે સીએમનું રાજીનામું લઈ લેવાશે. 

રૂપાણી સરકારની જેમ જ અમરિન્દરસિંહ પાસે થી સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું લઈ લેવાયું છે.

national news punjab indian politics congress