મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા SHE-Martsની સ્થાપના થશે

02 February, 2026 09:25 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નિર્મલા સીતારમણે મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે SHE-Marts સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

પ્રતીકાત્મક તસવીર

નિર્મલા સીતારમણે મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે SHE-Marts સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સેલ્ફ-હેલ્પ ઑન્ટ્રપ્રનર (SHE)-Martsને ઉન્નત અને નવીન નાણાકીય સાધનો દ્વારા ક્લસ્ટર સ્તરના ફેડરેશનમાં સામુદાયિક માલિકીના રીટેલ આઉટલેટ તરીકે સ્થાપવામાં આવશે. આ યોજનાથી એવી મહિલાઓને ફાયદો થશે જે રોજગાર માટે ઘરથી દૂર મુસાફરી કરી શકતી નથી. તેમને તેમના વિસ્તારોમાં રીટેલ આઉટલેટ્સ ચલાવવાની તક મળશે. આનાથી તેમની આવક વધશે અને નાણાકીય સુરક્ષામાં સુધારો થશે.

SHE-Marts શું છે?

હાલમાં દેશના દૂરના વિસ્તારોની મહિલાઓ તેમનાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા માટે સેલ્ફ-હેલ્પ ગ્રુપ (SHG)માં જોડાય છે. આ મહિલાઓને તેમનો માલ વેચવા માટે એક અલગ પ્લૅટફૉર્મ પૂરું પાડવામાં આવશે. આ માટે સરકાર SHE-Marts ખોલી રહી છે. ક્લસ્ટર સ્તરના આ ફેડરેશનમાં સામુદાયિક માલિકીનાં રીટેલ આઉટલેટ્સ હશે. એક રીતે આને લખપતિ દીદી યોજનાનું વિસ્તરણ માનવામાં આવી રહ્યું છે, જ્યાં મહિલાઓને ક્રેડિટ-આધારિત આજીવિકાથી એન્ટરપ્રાઇઝ માલિકો સુધી પ્રોત્સાહન આપવામાં આવશે.   

national news india indian economy nirmala sitharaman union budget