Bulli Bai App Case: એપ બનાવનાર મુખ્ય આરોપીની અસમમાંથી દિલ્હી પોલીસ કરી ધરપકડ

06 January, 2022 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bulli Bai App Case: DCP KPS મલ્હોત્રાની ટીમે આસામમાંથી ધરપકડ કરી લીધી છે. આ મુખ્ય આરોપી છે જેણે github થી બુલ્લી બાઇ એપ બનાવી હતી.

તસવીર સૌજન્ય મિડ-ડે

બુલ્લી બાઇ એપ બનાવનારા મુખ્ય આરોપીની દિલ્હી પોલીસની IFSO યૂનિટે અસમમાંથી ધરપકડ કરી છે. ડીસીપી કેપીએસ મલ્હોત્રાની ટીમે અસમમાંથી ધરપકડ કરી છે. આ મુખ્ય આરોપી છે જેણે githubથી બુલ્લી બાઇ એપ બનાવી હતી. દિલ્હી પોલીસ પ્રમાણે નીરજે જ GITHUB પર બુલ્લી બાઇ બનાવી હતી. આ જ મેન કૉન્સ્પીરેટર હતો. આણે જ ટ્વિટર પર પણ બુલ્લી બાઇ નાખી હતી.

પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી છે જેમે GITHUB પર બુલ્લી બાઈ એપ બનાવી. આરોપી નીરજ બિશ્નોઈ લગભગ 21 વર્ષનો છે. દિલ્હી પોલીસ અસમથી તેને દિલ્હી લઈને આપવી રહી છે. બપોરે 3.30 વાગ્યા સુધી આઇજીઆઇ ઍરપૉર્ટ પહોંચી જશે.

આ પહેલા, દિલ્હી મહિલા આયોગે `બુલ્લી બાઈ ` અને `સુલ્લી ડીલ` એપ પર વાંધાજનક સામગ્રી સાથે જોડાયેલ તપાસના સિલસિલે દિલ્હી પોલીસને આ અઠવાડિયાના અંતમાં તેની સામે હાજર થવા કહ્યું છે. દિલ્હી મહિલા આયોગ દ્વારા સોમવારે આપેલા નિવેદન પ્રમાણે, સહમતિ વગર `ગિટહબ` એપર પર અનેક મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરવા સંબંધે મીડિયામાં આવેલા સમાચાર પર તેણે સ્વતઃ સંજ્ઞાન લીધું. આયોગે દિલ્હી પોલીસને તેમની સામે હાજર તવા અને `સુલ્લી ડીલ` તથા `બુલ્લી બાઈ` મામલે ધરપકડ કરાયેલા લોકોની સૂચી માગી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આટલા ગંભીર મામલે આરોપીઓની ધરપકડ ન થવી એ વિચલિત કરનારી વાત છે અને `કાયદાકીય પ્રવર્તન એજન્સીઓના આ વલણથી, મહિલાઓ અને છોકરીઓને ઑનલાઇન વેચવાના દોષીઓ અને અન્ય લોકોના મનોબળ વધુ મક્કમ થાય છે.` તેમણે કહ્યું, "એવા સમાચાર છે કે કેટલાક અજ્ઞાક સમૂહોએ `ગિટહબ`નો ઉપયોગ કરીને એક એપ પર સેંકડો મુસલમાન મહિલાઓ અને છોકરીઓની, છેડછા દ્વારા તૈયાર તસવીર અપલોડ કરી છે અને તેમણે `બુલ્લી ડીલ ઑફ ધ ડે` કરીને પણ શૅર કરી છે."

આયોગે કહ્યું કે 2021માં `સુલ્લી ડીલ્સ`ના નામે, `ગિટહબ` પર જ અનેક મુસ્લિમ મહિલાઓ અને છોકરીઓની તસવીરો અપલોડ કરવામાં આવી હતી. દિલ્હી મહિલા આયોગે કહ્યું, "આ મામલે દિલ્હી મહિલા આયોગના હસ્તક્ષેપ પછી દિલ્હી પોલીસે ગયા વર્ષે જુલાઇમાં પ્રાથમિકી નોંધી, પણ અત્યાર સુધી કોઈ ધરપકડ થઈ નથી."

દિલ્હી પોલીસે છ જાન્યુઆરીના બન્ને કેસની આખી કેસ ફાઇલ સાથે આયોગના સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું, "મારો વિચાર છે કે સાઇબર ક્રાઇમ સાથે જોડાયેલા કેસમાં દિલ્હી પોલીસના ઢીલા વલણને કારણે આવી ઘટનાઓ થઈ રહી છે. `સુલ્લી ડીલ્સ` મામલે હજી સુધી કોઈ ધરપકડ કેમ નથી થઈ? દિલ્હી પોલીસ `સુલ્લી ડીલ્સ` અને `બુલ્લી બાઈ` કેસમાં તત્કાલ ધરપકડ કરે અને સાઇબર ક્રાઇમ કેસમાં કાર્યવાહી કરે. તેમને સમન્સ પાઠવ્યા છે. જવાબ નક્કી થવાનું બાકી છે." એક એપ પર ઓછામાં ઓછા 100 પ્રભાવશાળી મુસ્લિમ મહિલાઓની તસવીરો `નીલામી` માટે અપલોડ કરવામાં આવી છે, જેને લઈને મોટો વિવાદ પેદા થયો છે.

national news new delhi delhi police delhi news Crime News cyber crime