10 May, 2026 11:01 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે યોગી આદિત્યનાથે ગવર્નર આનંદીબહેન પટેલને મળીને નેતાઓની યાદી સોંપી હતી
ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળના વિસ્તારની વાતો પર આજે પૂર્ણવિરામ આવી જશે. આજે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ પ્રધાનમંડળનો વિસ્તાર કરશે. આજે બપોરે ૩.૩૦ વાગ્યે જનભવનમાં છ વિધાનસભ્યોને પ્રધાનપદના શપથ લેવડાવવામાં આવશે. અન્ય કેટલાક પ્રધાનોનાં ખાતાંઓની ફાળવણીઓમાં બદલાવ થાય એવી સંભાવના છે. ગઈ કાલે યોગી આદિત્યનાથે ગવર્નર આનંદીબહેન પટેલને મળીને નેતાઓની યાદી સોંપી હતી. હાલમાં ઉત્તર પ્રદેશમાં ૫૪ પ્રધાનો છે. છ પ્રધાનોની જગ્યા ખાલી છે. રાજ્યમાં કુલ ૬૦ પ્રધાનોની જોગવાઈ છે.