24 June, 2026 12:19 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
અવનિ કેજરીવાલ
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની બારમા ધોરણની વિદ્યાર્થિની રાંચીની અવનિ કેજરીવાલ રી-ચેકિંગ બાદ રાષ્ટ્રીય સ્તરે ટૉપર બની છે. કૉમર્સ સ્ટ્રીમની વિદ્યાર્થિની અવનિએ ૫૦૦માંથી ૫૦૦ માર્ક મેળવીને રાષ્ટ્રીય સ્તરે ટૉપર બનવાનું ગૌરવ મેળવ્યું હતું. રવિવારે રી-ચેકિંગ બાદ પરિણામ જાહેર થયાં હતાં.
રી-ચેકિંગ પછી રિઝલ્ટ આવ્યા બાદ દિલ્હી પબ્લિક સ્કૂલ, રાંચીની સ્ટુડન્ટ અવનિ કેજરીવાલે જણાવ્યું હતું કે ‘હાલમાં અમે બધા ખૂબ ખુશ છીએ. મને ૫૦૦ માર્કની અપેક્ષા નહોતી, પણ બધા ખૂબ ખુશ છે. મારા અંગ્રેજીમાં ૧૯ માર્ક્સ કાપવામાં આવ્યા હતા જેની મને અપેક્ષા નહોતી. અંગ્રેજી મારો પ્રિય વિષય છે અને એ મારો સૌથી મજબૂત વિષય હતો. તેથી જ મેં રી-ચેકિંગ માટે અરજી કરી હતી. બિઝનેસ સ્ટડીઝમાં પણ પાંચ માર્ક કાપવામાં આવ્યા હતા. મેં પહેલાંથી જ ત્રણ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવ્યા હતા. હવે મારો સ્કોર ૨૪ માર્ક વધી ગયો છે.’