CBSE ધોરણ 12નું રિઝલ્ટ આજે બપોરે 2 વાગે જાહેર થશે

30 July, 2021 11:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

એએનઆઇના એક રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ, cbseresults.nic.in પર અને UMANG એપ્લિકેશન દ્વારા તેમના 12 મા વર્ગના પરિણામો ચકાસી શકશે

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બારમા ધોરણનું પરિણામ આજે એટલે કે શુક્રવારે બપોરે 2 વાગ્યે જાહેર કરશે. એએનઆઇના એક રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ, cbseresults.nic.in પર અને UMANG એપ્લિકેશન દ્વારા તેમના 12 મા વર્ગના પરિણામો ચકાસી શકશે. આ સિવાય વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા બારમા ધોરણના પરિણામ પણ મેળવી શકશે. સુપ્રીમ કોર્ટે 12 મી વર્ગનું પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડ 12 મા ધોરણનું પરિણામ પહેલાં જાહેર કરી રહ્યું છે. આ પછી, હવે બોર્ડ દસમા ધોરણનું પરિણામ ગમે ત્યારે જાહેર થઇ શકે છે.

આ વેબસાઇટ્સ પર તમે સીબીએસઇના બારમાના પરિણામો જોઇ શકશો
cbseresults.nic.in
results.gov.in
cbse.gov.in
cbse.nic.in
digilocker.gov.in
DigiLocker app
UMANG app
IVRS
SMS

બોર્ડે નક્કી કરેલા મુજબ, આ વર્ષે ધોરણ 12નું રિઝલ્ટ 30:30:40 ફોર્મ્યુલાને આધારે જાહેર કરવામાં આવશે. માર્કિંગ સ્કીમ પ્રમાણે, ધોરણ 10 અને 11માં 5માંથી જે 3 વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય, તે જ સબ્જેક્ટને રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ સિલેક્ટ કરવામાં આવશે. ધોરણ 12ના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામમાં મળેલા માર્ક્સને આધારે રિઝલ્ટ તૈયાર થશે. CBSEએ બનાવેલી પેનલે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે 30:30:40 ફોર્મ્યુલા નક્કી કરી છે. આ હેઠળ ધોરણ 10-11ના ફાઈનલ રિઝલ્ટને 30% વેઇટેજ આપવામાં આવશે અને ધોરણ 12ની પ્રી-બોર્ડ એક્ઝામને 40% વેઈટેજ આપવામાં આવશે. CBSEએ 4 જૂનના રોજ માર્કિંગ સ્કીમ નક્કી કરવા માટે 13 મેમ્બરની કમિટી બનાવી હતી.

central board of secondary education national news