✕

પાડોશીના ઘર પર નજર રાખવા CCTV કૅમેરા ન લગાવી શકાય : અલાહાબાદ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

04 November, 2026 10:41 AM IST  |  Allahabad | Gujarati Mid-day Correspondent

અરજદારે CCTV કૅમેરાની સ્થિતિ સામે વાંધો ઉઠાવીને હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

અલાહાબાદ હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ખાનગી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા એવી રીતે ઇન્સ્ટૉલ કરી શકાતા નથી જેનાથી પાડોશીની પ્રાઇવસીના અધિકારનું ઉલ્લંઘન થાય, કોઈ પણ વ્યક્તિને તેના પાડોશીની પ્રાઇવસીનું ઉલ્લંઘન કરવાની પરવાનગી આપી શકાતી નથી.

ન્યાયાધીશ અજિત કુમાર અને ન્યાયાધીશ ગરિમા પ્રસાદની ડિવિઝન બેન્ચે આઝમગઢના રહેવાસી યોગેન્દ્ર મૌર્ય દ્વારા દાખલ કરાયેલી અરજીનો નિકાલ કર્યો હતો. કોર્ટે અરજદારને આ સંદર્ભમાં જિલ્લા-મૅજિસ્ટ્રેટ સમક્ષ ઔપચારિક અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો અરજદાર આવી અરજી રજૂ કરે છે તો જિલ્લા-મૅજિસ્ટ્રેટ એક મહિનાની અંદર એની વિચારણા કરશે અને નિયમો અનુસાર જરૂરી નિર્ણય લેશે.

અરજદારે CCTV કૅમેરાની સ્થિતિ સામે વાંધો ઉઠાવીને હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેણે દલીલ કરી હતી કે કૅમેરા તેના ઘરના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ પર કેન્દ્રિત હતો, જે તેના ઘરે આવતા મહેમાનો અને પરિવારના સભ્યોની પ્રાઇવસીનું ગંભીર ઉલ્લંઘન કરે છે અને તેના પ્રાઇવસીના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

national news india allahabad Crime News