21 April, 2025 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ સેન્ટ્રલથી અમ્રિતસર જતી ટ્રેન-નંબર ૧૨૯૦૩ ગોલ્ડન ટેમ્પલ મેલના વડોદરા સ્ટેશન પર પહોંચવાના અને ઊપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૨૦ એપ્રિલથી ગોલ્ડન ટેમ્પલ મેલ વડોદરા સ્ટેશન પર રાતે ૧૧.૩૯ વાગ્યાને બદલે ૧૧.૩૪ વાગ્યે પહોંચશે તેમ જ રાતે ૧૧.૪૯ વાગ્યે ઊપડવાને બદલે ૧૧.૪૪ વાગ્યે રવાના થશે.