20 April, 2026 07:21 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે યમુનોત્રી ધામ ખૂલે એ પહેલાં જ ભાવિકોની જબરી ભીડ જમા થઈ હતી.
ઉત્તરાખંડમાં ગઈ કાલે ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ હતી. ગંગોત્રીમાં બપોરે ૧૨.૧૫ વાગ્યે અને યમુનોત્રીમાં ૧૨.૩૫ વાગ્યે કપાટ ખોલવામાં આવ્યાં હતાં. ગંગોત્રીમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામની થઈ હતી. એમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ભાગ લીધો હતો. પૂજા પૂરી થયા પછી શ્રદ્ધાળુઓનાં દર્શન શરૂ થયાં હતાં.
ગઈ કાલે બાબા કેદારનાથની ડોલી પણ શીતકાળના સ્થળ ઓમકારેશ્વર મંદિરથી નીકળીને ફાટા તરફ જવા રવાના થઈ ગઈ હતી. બાબાની પંચમુખી ડોલી ૨૧ એપ્રિલે કેદારનાથ પહોંચશે અને બાવીસમી એપ્રિલથી કેદારનાથનાં કપાટ પણ ખૂલશે.
ગઈ કાલે બપોરે ૩ વાગ્યા સુધીમાં ૧૮ લાખથી વધુ લોકોએ ચારધામ યાત્રા માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.