Chhattisgarh Murder Caseના મુખ્ય આરોપીને દબોચી લેવાયો, હૈદરાબાદમાં મળી સફળતા

06 January, 2025 12:04 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

Chhattisgarh Murder Case: પોલીસ ટીમ શનિવારે સુરેશની ધરપકડ કરવા હૈદરાબાદમાં ગઈ હતી. રવિવારે મોડી રાત્રે જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી

ધરપકડની પ્રતીકાત્મક તસવીર

પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા કેસને લઈને મોટા અપડેટ સામે (Chhattisgarh Murder Case) આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ મામલે સ્થાનિક કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની ધરપકડ કરી લેવામાં આવી છે. 

હૈદરાબાદથી ઝડપી લેવામાં આવ્યો આરોપીને 

સોમવારે આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરેશ ચંદ્રાકરની સોમવારે વહેલી સવારે હૈદરાબાદથી અટકાયત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પત્રકાર મુકેશ ચંદ્રાકર હત્યા કેસના મુખ્ય આરોપી સ્થાનિક કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રકરની આજે હૈદરાબાદથી SIT દ્વારા ધરપકડ કર્યા બાદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પહેલા આ કેસ (Chhattisgarh Murder Case)માં શનિવારે સુરેશ ચંદ્રાકરનાં ભાઈ રિતેશ ચંદ્રાકર તેમ જ મહેન્દ્ર રામટેકે અને દિનેશ ચંદ્રાકરને હથકડી પહેરાવવામાં આવી હતી. આ સાથે જ વડસગું તપાસ માટે પોલીસ દ્વારા ખાસ એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ જે હત્યા કેસની આપણે વાત કરી રહ્યા છીએ તેમાં ૩૩ વર્ષીય મુકેશ ચંદ્રાકરની લાશ ૩જી જાન્યુઆરીએ મળી આવ્યો હતો. કોન્ટ્રેક્ટર સુરેશ ચંદ્રાકરના પરિસરમાં નવા સીલ કરવામાં આવેલ સેપ્ટિક ટેન્કમાંથી પત્રકારની લાશ મળી આવી હતી.

મુખ્ય આરોપીને દબોચવા માટે જે SITની ટીમ તૈયાર કરવામાં આવી હતી તે શનિવારે સુરેશની ધરપકડ કરવા હૈદરાબાદમાં ગઈ હતી. જોકે, રવિવારે મોડી રાત્રે જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

આ સાથે જ હવે આ કેસ (Chhattisgarh Murder Case)માં પોલીસ દ્વારા કુલ ત્રણ લોકોને દબોચી લેવામાં આવ્યા છે. હવે આ કેસમાં વધુ માહિતી સામે આવી શકે છે. આ કેસની વિગતે વાત કરવામાં આવે તો પત્રકારના પિતરાઈ ભાઈ રિતેશ અને સુપરવાઈઝર મહેન્દ્રએ ચંદ્રાકર પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન પત્રકારે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. 

Chhattisgarh Murder Case: મુકેશ ચંદ્રકરની વાત કરવામાં આવે તો તેણે એનડીટીવી તેમ જ અન્ય ન્યૂઝ ચેનલ્સ માટે સ્થાનિક રિપોર્ટર તરીકે કામ કર્યું હતું અને 159,000થી વધુ ફોલોઅર સાથે `બસ્તર જંક્શન` નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવી હતી.

એવું સામે આવ્યું છે કે ડિનર વખતે આ લોકો વચ્હે ઉગ્ર દલીલ થઈ હતી. ત્યારબાદ તેઓએ પત્રકારને મારી નાખ્યો હતો. આ બંને આરોપીઓએ પોતાના ગુનાને છુપાવવા માટે લાશને સેપ્ટિક ટેન્કમાં સંતાડી દીધી હતી. એટલું જ નહીં આ ટેન્કને સિમેન્ટ દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. જેથી આ મામલે કોઈને ગંધ સુદ્ધાં ન આવે. વળી, આ મામલે કોઈને કશી ખબર ન પડે એ હેતુસર આ બંને આરોપીઓએ ચંદ્રાકરના ફોન અને લોખંડના સળિયાને પણ ઠેકાણે પાડી દીધા હતા. જેથી કોઈ પુરાવા હાથ ન લાગે. 

એવું કહેવાય છે કે દિનેશ ચંદ્રકરે કથિત રીતે ટેન્કના સિમેન્ટિંગની દેખરેખ રાખી હતી.

national news india hyderabad chhattisgarh murder case Crime News crime branch