25 December, 2025 10:24 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
સૅન્ટા ક્લૉઝ
રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં નાતાલના દિવસે બાળકોને સૅન્ટા ક્લૉઝ જેવો પોશાક પહેરવાની ફરજ પાડતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે એના આદેશમાં જણાવ્યું હતું કે બાળકોને સૅન્ટા ક્લૉઝ જેવો પોશાક પહેરવાનું દબાણ કરવું યોગ્ય નથી. જો કોઈ ફરિયાદ મળશે તો આવી સ્કૂલો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ સ્કૂલ બાળકો અથવા તેમનાં માતાપિતાને સૅન્ટા ક્લૉઝ જેવો પોશાક પહેરવા અથવા નાતાલસંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દબાણ કરે એ સંપૂર્ણપણે ખોટું છે. જોકે આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાતાલસંબંધિત પ્રવૃત્તિઓ માતાપિતા અને બાળકોની પરસ્પર સંમતિથી કરી શકાય છે.