Cigarette Price Hike: સિગારેટ પીવાનું મોંઘું થશે? સરકાર લઈ શકે છે આ નિર્ણય

21 February, 2025 06:59 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Cigarette Price Hike: અત્યારે તો સિગારેટ અને અન્ય તમાકુનાં ઉત્પાદનો પર 28 ટકા જીએસટી લગાડવામાં આવે છે. જે કુલ કરવેરાનો 53 ટકા બોજ વહન કરે છે

પ્રતીકાત્મક તસવીર

Cigarette Price Hike: સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદનોનું જો તમે સેવન કરતાં હોવ તો આ ન્યૂઝ તમારા માટે જ છે. કારણકે હવે આ પદાર્થના ભાવ વધી શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. સરકાર દ્વારા આ ઉત્પાદનો પર જીએસટી વધારી શકે છે.  

અત્યારે તો સિગારેટ અને અન્ય તમાકુનાં ઉત્પાદનો પર 28 ટકા જીએસટી લગાડવામાં આવે છે. જે કુલ કરવેરાનો 53 ટકા બોજ વહન કરે છે. અત્યારે સરકારને એવું સૂચન આપવામાં આવ્યું છે કે જીએસટીને ૪૦ ટકા સુધી વધારવામાં આવે. અને તેની પર વધારાની એક્સાઈઝ ડયુટી લગાડાય. આખરે સરકારનો હેતુ એ જ છે કે કંપન્સેશન સેસ અને બીજા સેસને હટાવ્યા બાદ કોઈપણ પ્રકારના રેવેન્યુમાં નુકસાન ન થવું જોઈએ. 

હવે એવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે કે આ જીએસટી (Cigarette Price Hike) વધારીને 40 ટકા કરવામાં આવશે. અને તેની ઉપર એક્સાઈઝ ડ્યુટી ઉમેરાશે. ખાસ તો આ પાછળનો હેતુ એ જ છે કે માર્ચ 2026માં વળતર સેસ સમાપ્ત થયા પછી તમાકુ ઉત્પાદનોમાંથી થતી કર આવકમાં ઘટાડો ન થાય. અધિકારીઓએ આ મામલે જણાવ્યું હતું કે સરકાર હાલના સેસ બદલવા માટે નવો સેસ દાખલ કરવા માંગતી નથી.

સરકારને કમાણી કરાવે છે આ પ્રોડક્ટ્સ 

હાનિકારક વસ્તુઓ તરીકે ઓળખાતા સિગારેટ અને અન્ય ધુમાડારહિત તમાકુ ઉત્પાદનો પર 28 ટકા જીએસટી (Cigarette Price Hike) ઉપરાંત કંપન્સેશન સેસ, બેઝિક એક્સાઇઝ ડ્યુટી અને નેશનલ ડિઝાસ્ટર કંટીજેન્સી ફી (એનડીસીએફ) વસૂલવામાં આવે છે. અને સિગારેટ પર 53 ટકા ટેક્સ ઉપરાંત જીએસટી અને અન્ય ટેક્સ વસૂલવામાં આવે છે. છતાં પણ આ દર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભલામણ કરાયેલા 75 ટકાના દરથી ઓછો છે. તમને જણાવી દઈએ કે સિગારેટ, પાન મસાલા તેમ જ તમાકુ અને તેના ઉત્પાદનો સરકારની કર આવકમાં સારું એવું યોગદાન આપે છે. 2022-23ની વાત કરવામાં આવે તો સરકારને આ થકી 72,788 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ સમાચાર બાદ તંબાકુનાં શૅરમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો.  

જીઓએમ કે જે મંત્રીઓનો એક સમૂહ છે. જેઓએ સેસનું સ્ટ્રક્ચર (Cigarette Price Hike) બદલવાની ભલામણ કરી હતી અને સૂચવ્યું હતું કે તેને વેચાણ મૂલ્યને બદલે ઉત્પાદનની મહત્તમ છૂટક કિંમત (એમઆરપી) સાથે જોડવી જોઈએ. ત્યારબાદ આ અંગે વધુ ડિસ્કશન માટે ફિટમેન્ટ કમિટી બોલાવવામાં આવી હતી. 

કંપેન્સેશન સેસ પર આ સમૂહે બે સંભવિત ઉકેલો (Cigarette Price Hike) બતાવ્યા હતા. જેમાંથી જ એક સૂચન હતું કે વર્તમાન ટેક્સ સ્લેબ સાથે સેસને મર્જ કરવામાં આવે. જોકે, મંત્રીમંડળની સમિતિની ભલામણોની સમીક્ષા કર્યા બાદ સિગારેટ પર જીએસટી વધારવો કે નવી એક્સાઈઝ ડ્યુટી લાગુ કરવી તે અંગેનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે ત્યારબાદ જ આખું ચિત્ર સ્પષ્ટ થશે.

national news india goods and services tax indian government delhi news new delhi finance ministry