જંતર મંતર પર મળી આવેલી પથ્થર ભરેલી ટ્રક દિલ્હી પોલીસે ૨૦ જુલાઈના ૪ દિવસ પહેલાં જપ્ત કરી હોવાનો CJPનો દાવો

30 July, 2026 09:52 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જંતર મંતર પર મળી આવેલી પથ્થર ભરેલી ટ્રક દિલ્હી પોલીસે ૨૦ જુલાઈના ૪ દિવસ પહેલાં જપ્ત કરી હોવાનો CJPનો દાવો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ એક પોસ્ટ શૅર કરીને ખુલાસો કર્યો છે કે CJPના વિરોધ-પ્રદર્શન વખતે જંતર મંતર નજીક પકડવામાં આવેલી પથ્થરો ભરેલી ટ્રકને દિલ્હી પોલીસે ૪ દિવસ પહેલાં જપ્ત કરી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦ જુલાઈઅે વિરોધ હિંસક બન્યો અેના ૪ દિવસ પહેલાં ટ્રક જપ્ત કરવામાં આવી હતી.

આ મુદ્દે CJPએ સવાલ કર્યો હતો કે ‘પથ્થરોથી ભરેલી જપ્ત કરેલી ટ્રકને વિરોધ-પ્રદર્શન સ્થળે ખસેડવાનો આદેશ કોણે આપ્યો હતો? આ ટ્રક દિલ્હી પોલીસની કસ્ટડીમાં ૪ દિવસથી હતી. દિલ્હી પોલીસે આ મુદ્દે તાત્કાલિક જવાબ આપવો જોઈએ અને પ્રદર્શનકારીઓના વિશાળ જાહેર મેળાવડામાં પથ્થરો ભરેલી ટ્રકને મૂકવાનો નિર્ણય લેનારા પોલીસના કર્મચારીઓ સામે કડક પગલાં લેવાં જોઈએ.’

national news india jantar mantar cockroach janata party political news indian politics delhi police