કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ઘરગથ્થુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફરક નહીં

02 November, 2025 06:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતને મિડલ ઈસ્ટ અને અમેરિકન કંપનીઓ પાસેથી વધુ તેલ અને ગૅસ ખરીદવાની ફરજ પડી રહી છે. આના કારણે ભાવ પર અસર પડી છે. 

પ્રતીકાત્મક તસવીર

નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ઑઇલ કંપનીઓએ ગઈ કાલથી ૧૯ કિલોના કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે જેનાથી હોટેલ, રેસ્ટોરાં અને નાના વ્યવસાયોને થોડી રાહત મળી છે. જોકે ૧૪.૨ કિલોના ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવ યથાવત્ રહ્યા છે એટલે ગૃહિણીઓને ઘરના રસોડાના બજેટમાં તાત્કાલિક રાહત નહીં મળે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવ એપ્રિલ ૨૦૨૫થી સ્થિર રહ્યા છે. સરકારી માલિકીની તેલ-કંપનીઓએ ગઈ કાલથી ૧૯ કિલો કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૪.૫૦થી ૬.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. 
અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયન તેલ અને ગૅસ-કંપનીઓ પર પ્રતિબંધો લગાવી દીધા છે. પરિણામે ભારતને મિડલ ઈસ્ટ અને અમેરિકન કંપનીઓ પાસેથી વધુ તેલ અને ગૅસ ખરીદવાની ફરજ પડી રહી છે. આના કારણે ભાવ પર અસર પડી છે. 

કયા શહેરમાં કમર્શિયલ અને ઘરગથ્થુ સિલિન્ડરનો ભાવ શું છે?
શહેર    કમર્શિયલ    ઘરગથ્થુ
દિલ્હી    ૧૫૯૦.૫૦    ૮૫૩
મુંબઈ    ૧૫૪૨    ૮૫૨.૫૦
કલકત્તા    ૧૬૯૪    ૮૭૯
ચેન્નઈ    ૧૭૫૦    ૮૬૮.૫૦

national news india goods and services tax indian government