પંજાબના નવા મુખ્યમંત્રી કોંગ્રેસના દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની

19 September, 2021 06:29 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પંજાબના નવા મુખ્યમંત્રી કોંગ્રેસના દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની બનશે.

પ્રતીકાત્મક તસવીર

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાના 24 કલાક બાદ આખરે પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની રાજ્યના નવા મુખ્યપ્રધાન બનશે. કોંગ્રેના વરિષ્ઠ નેતા હરીશ રાવતે આ અંગે ટ્વીટ દ્વારા મારફતે આપી છે.

 એક ટ્વીટમાં પક્ષના પ્રભારી હરીશ રાવતે માહિતી આપી હતી કે, ચન્નીને સર્વાનુમતે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે.  કોંગ્રેસ હાઇકમાન્ડે આ નિર્ણય ધારાસભ્યોની સર્વસંમતિથી લીધો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે ધારાસભ્યો સાથે નિરીક્ષકોની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની સતત 3 ટર્મથી ચમકૌર સાહિબથી ધારાસભ્ય બન્યા. તેઓ 2007માં આઝાદ જીત્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય બન્યા હતાં. તેઓ 2015થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. 

ચરણજીત સિંહ ચન્ની રામદાસિયા શીખ સમુદાયના છે. કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમને ટેકનિકલ શિક્ષણ અને ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ચન્નીએ  વરિષ્ઠ નેતામાંના એક હતા જેમણે અમરિન્દર સિંહ સામે ઓગસ્ટમાં કરવામાં આવેલા બળવાનું નેતૃત્વ કર્યું હતું. 

 

punjab national news