જબ ધે મેટ 

23 October, 2021 10:40 AM IST  |  New Delhi | Agency

સમાજવાદી પક્ષનાં સૂત્રોએ બંને નેતા ફરી મળે એવી અને બંને પક્ષ વિધાનસભાની ચૂંટણી ફરી સાથે લડે એવી કોઈ જ શક્યતા હોવાનું સાફ શબ્દોમાં નકારી કાઢીને તમામ અટકળોનો અંત આણ્યો હતો.

જબ ધે મેટ

૨૦૧૭ના યુપી ઇલેક્શનમાં નિષ્ફળ જોડાણ પછી કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પક્ષ (એસપી)ના નેતા અખિલેશ યાદવ વચ્ચે ગઈ કાલે પહેલી વાર એક વિમાનમાં મુલાકાત થઈ ગઈ હતી. પ્રિયંકાના સાથીના જણાવ્યા મુજબ મુલાકાત ઉષ્માપૂર્ણ રહી હતી અને બંનેએ ફરી મળવું જોઈએ એવું પણ કહ્યું હતું. જોકે સમાજવાદી પક્ષનાં સૂત્રોએ બંને નેતા ફરી મળે એવી અને બંને પક્ષ વિધાનસભાની ચૂંટણી ફરી સાથે લડે એવી કોઈ જ શક્યતા હોવાનું સાફ શબ્દોમાં નકારી કાઢીને તમામ અટકળોનો અંત આણ્યો હતો.

national news akhilesh yadav priyanka gandhi