બળાત્કારની મજા લો કહેનારા રાજકારણીએ હવે માંગી માફી, સ્મૃતિ ઇરાનીએ ઝાટક્યા

17 December, 2021 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય કેઆર રમેશ કુમારના રેપ અંગેના આવા નિવેદન બાદ તેમની ઘણી ટીકા થઈ રહી હતી. તેમના આ નિવેદન સામે ઘણા નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો.

તસવીર સૌજન્ય મિડ-ડે

કર્ણાટક (Karnataka) વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય કેઆર રમેશ કુમારે (K R Rameshkumar) ગુરુવારે વિધાનસભામાં ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે `જ્યારે બળાત્કાર થવાનો જ છે, તો સૂઈ રહો અને મજા લો`. આ નિવેદનથી ભારે વિવાદ થયો અને હવે તેણે આ નિવેદન માટે માફી માંગી છે. તેણે કહ્યું કે મારા દ્વારા બળાત્કાર વિશે કરવામાં આવેલી ટિપ્પણી માટે હું દરેકની દિલથી માફી માંગુ છું. એ મારો ઈરાદો નહોતો. હું ભવિષ્યમાં શબ્દોનું ધ્યાન રાખીશ.
તેણે માફી અંગે ટ્વિટર પર એક પોસ્ટ પણ કરી છે. કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય કેઆર રમેશ કુમારના રેપ અંગેના આવા નિવેદન બાદ તેમની ઘણી ટીકા થઈ રહી હતી. તેમના આ નિવેદન સામે ઘણા નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો.

ધારાસભ્યએ ગૃહમાં શું કહ્યું?

"ગઈકાલે ગૃહની ચર્ચા દરમિયાન, વક્તાઓની સંખ્યામાં વધારો થયો, પહેલા 2 હતા પછી 6 વધુ ઉમેરાયા, આ પીડાનો ઉલ્લેખ તમે (સ્પીકરને સંબોધતા કર્યો છે અને કારણ કે મેં પણ તેનો અનુભવ કર્યો છે (સ્પીકર હતો ત્યારે), તેથી મેં તો તમારી પીડા વહેંચવાનો પ્રયાસ કર્યો. ગૃહ ચલાવવા માટે જે તમારે વેઠવું પડે છે એ સંદર્ભે મેં અંગ્રેજીની એક જાણીતી કહેવતનો ઉપયોગ કર્યો. મેં કોઈ પણ સ્ત્રી વિશે અભદ્ર કે અર્થહીન કંઈપણ કહ્યું નથી. મહિલાઓનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો, અહીં શું થયું, આ વાતચીત કયા સંદર્ભમાં થઈ, શા માટે કરવામાં આવી, તેને સાઈડલાઈન કરવામાં આવી. માત્ર અમુક વસ્તુઓ ધ્યાનમાં લેવાઇ, ભલે ગમે તે હોય, હું મારો બચાવ નથી કરી રહ્યો.

મારા કહેવાથી કોઈને દુઃખ થાય તો મને કોઈ વાંધો નથી, તમે જાણો છો કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, આ ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે મેં ઘણા પ્રયત્નો કર્યા છે અને મારો તે જ પ્રયાસ રહ્યો છે. તમે મારી ટિપ્પણીથી હસ્યા તો તમને પણ ગુનેગાર ઠેરવવામાં આવ્યા. હું ફરીથી કહું છું કે, જો મારા શબ્દોથી કોઈ વ્યક્તિને, ખાસ કરીને મહિલાઓને દુઃખ થયું હોય, તો હું તેના માટે દિલગીર છું.

ચીનના એક ચિંતકે કહ્યું છે કે એક ભૂલ કબૂલ કરવાથી મામલો એક ભૂલમાં પૂરો થઈ જાય છે, પરંતુ એક ભૂલ ન સ્વીકારવાથી ઘણી બધી ભૂલો કરવી પડે છે, મને પહેલેથી જ દોષિત જાહેર કરવામાં આવ્યો છે, તેથી જ હું આ માટે માફી માગું છું. વાત અહીં સમાપ્ત કરું છું. , હું ગૃહની કાર્યવાહી આગળ વધારવા અપીલ કરું છું.
કોંગ્રેસના ધારાસભ્યના આ નિવેદન પર હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આડે હાથે લેતા હુમલો કર્યો છે. તેમની ટિપ્પણીને શરમજનક ગણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસે આ નેતાને ઘર ભેગા કરવા જોઇએ.

national news congress