17 September, 2026 02:37 PM IST | karnataka | Gujarati Mid-day Correspondent
ડૉ. અંકિતા યારગલ, કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઉમેશ મેટી
કર્ણાટકના બાગલકોટમાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઉમેશ મેટીની ભત્રીજી ડૉ. અંકિતા યારગલ સામે ગંભીર આરોપો લાગ્યા છે. તે રાજ્ય સરકાર સંચાલિત નમ્મા ક્લિનિકમાં મેડિકલ ઑફિસર તરીકે નિમણૂક પામી હતી, પરંતુ ડ્યુટી પર ગેરહાજર રહીને એક ખાનગી મેડિકલ કૉલેજમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહી હતી. આ સમય દરમ્યાન પણ તેણે ૭૦,૦૦૦ રૂપિયા પ્રતિ માસ લેખે પગાર મેળવ્યો હતો. આ મામલે સત્તાધીશોએ તેમની સામે તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર (DHO) રાજકુમાર યારગલે જેઓ ડૉ. અંકિતાના પિતા છે તેમણે જ દીકરીને ડ્યુટી પરથી હટાવી દીધી હતી. જોકે પિતાનો દાવો છે કે તેમની દીકરીએ અભ્યાસ શરૂ કર્યા બાદ કોઈ પગાર લીધો નથી.