યુપીમાં સરકાર બનશે તો યુવતીઓને આપીશું સ્માર્ટ ફોન અને સ્કૂટી : પ્રિયંકા ગાંધીનું વચન

22 October, 2021 09:56 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ટ્વિટર પર હિન્દીમાં ટ્વીટ કરતાં પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે તેઓ કેટલીક યુવતીઓને મળ્યાં હતાં, જેમણે અભ્યાસ તેમ જ સુરક્ષા માટે સ્માર્ટ ફોનની આવશ્યકતા હોવાનું કહ્યું હતું

પ્રિયંકા ગાંધી

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં મહિલાઓને ૪૦ ટકા સીટની ઑફર કર્યા બાદ કૉન્ગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે જો કૉન્ગ્રેસ સત્તા પર આવશે તો ૧૨મું પાસ છોકરીઓને સ્માર્ટ ફોન અને ગ્રેજ્યુએટ થયેલી છોકરીઓને ઇલેક્ટ્રિક સ્કૂટી આપવામાં આવશે.

ટ્વિટર પર હિન્દીમાં ટ્વીટ કરતાં પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે તેઓ કેટલીક યુવતીઓને મળ્યાં હતાં, જેમણે અભ્યાસ તેમ જ સુરક્ષા માટે સ્માર્ટ ફોનની આવશ્યકતા હોવાનું કહ્યું હતું. ઉત્તર પ્રદેશ કૉન્ગ્રેસે ચૂંટણીઢંઢેરા કમિટીની સંમતિથી ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર સત્તા પર આવશે તો ઇન્ટર (૧૨મું) પાસ છોકરીઓને સ્માર્ટ ફોન અને ગ્રેજ્યુએટ થયેલી છોકરીઓને ઇલેક્ટ્રિક સ્કૂટી આપવાનો નિર્ણય લીધો છે.

national news congress priyanka gandhi uttar pradesh