05 February, 2026 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કન્ઝ્યુમર કમિશને ઑનલાઇન ફ્રૉડના એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતાં નોંધ્યું હતું કે ફરિયાદીએ પોતે છેતરપિંડી કરનારાઓ સાથે વન-ટાઇમ પાસવર્ડ (OTP) શૅર કર્યો હોય તો આવી પરિસ્થિતિમાં બૅન્કને દોષી ઠેરવી શકાય નહીં.
ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (સબર્બન)એ ગયા મહિને આપેલા આદેશમાં સ્વીકાર્યું હતું કે ફરિયાદી છેતરપિંડીનો શિકાર બન્યો છે, પરંતુ RBIના નિયમો મુજબ જો નુકસાન ગ્રાહકની બેદરકારીને કારણે થયું હોય તો સમગ્ર નુકસાન ગ્રાહકે પોતે ભોગવવાનું રહેશે.
ફરિયાદીના જણાવ્યા મુજબ જાન્યુઆરી ૨૦૨૨માં તેનું નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન રિન્યુ કરવાનો પ્રયાસ કરતી વખતે તેની ઈ-મેઇલમાં મળેલી લિન્ક પર ક્લિક કર્યું અને તેના કાર્ડની વિગતો અને HDFC બૅન્ક તરફથી મળેલો OTP આપ્યો. થોડી વાર પછી તેને બૅન્ક તરફથી ૧,૨૫,૬૬૫ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો, જ્યારે સબ્સ્ક્રિપ્શન ફક્ત ૭૯૯ રૂપિયાનું જ હતું. ત્યાર બાદ તેણે તાત્કાલિક બૅન્ક તેમ જ પોલીસના સાઇબર સેલનો સંપર્ક કર્યો હતો.
બૅન્કે OTP માન્ય કરીને સેફ મોડ પર ટ્રાન્ઝૅક્શન કર્યું હોવાથી મદદ ન કરી શકે એમ જણાવ્યું હતું. આ જ વાતને કન્ઝ્યુમર કમિશને માન્ય રાખી હતી.