વિવાદઃ ટ‍્વિટરે કેન્દ્ર સરકારના આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો

06 July, 2022 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ આદેશમાં કેન્દ્ર સરકારે ટ્વિટરને નવા ઇન્ફફર્મેશન ટેક્નૉલૉજી (આઇટી) રૂલ્સ હેઠળ એના પ્લૅટફૉર્મ પરથી ચોક્કસ કન્ટેન્ટ હટાવવા કહ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હીઃ ટ્વિટરે કેન્દ્ર સરકારના આદેશને પડકારતી અરજી કર્ણાટક હાઈ કોર્ટમાં કરી હતી. આ આદેશમાં કેન્દ્ર સરકારે ટ્વિટરને નવા ઇન્ફફર્મેશન ટેક્નૉલૉજી (આઇટી) રૂલ્સ હેઠળ એના પ્લૅટફૉર્મ પરથી ચોક્કસ કન્ટેન્ટ હટાવવા કહ્યું હતું. કેન્દ્ર સરકારે આઇટી ઍક્ટના સેક્શન ૬૯એ હેઠળ કન્ટેન્ટ હટાવવા માટે ટ્વિટરને છેલ્લી એક તક આપી હતી. ટ્વિટરે અધિકારીઓ પર સત્તાના દુરુપયોગનો આરોપ મૂક્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા ગયા અઠવાડિયામાં મોકલવામાં આવેલી નોટિસમાં ટ્વિટરને ચેતવણી અપાઈ હતી કે એ ઇલેક્ટ્રૉનિક્સ, ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી મંત્રાલય દ્વારા છઠ્ઠી જૂન અને નવમી જૂને આપવામાં આવેલી નોટિસનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. જો ટ્વિટર સતત આદેશનો ભંગ કરશે તો પગલાં લેવાશે. કેન્દ્ર સરકારે ટ્વિટરને આંતરરાષ્ટ્રીય સંગઠન ફ્રીડમ હાઉસ, કેટલાક પત્રકારો, રાજકારણીઓ તેમ જ ખેડૂતોનાં આંદોલનોના સપોર્ટર્સનાં અકાઉન્ટ્સને બ્લૉક કરવા જણાવ્યું હતું.

twitter national news